Gujarat

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે

By GS TEAM
13 Nov 20252 mins read
વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે

અમદાવાદ,ગુરુવાર,13 નવેમ્બર,2025

અમદાવાદના નાગરિકોને વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા તથા હેબતપુર રેલવે ઓવરબ્રિજ ઉપરાંત સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. મકરબા ટોરેન્ટ પાવર રેલવે ઓવરબ્રિજની ડિઝાઈનમાં ફેરફાર કરાતા આ બ્રિજની ૯૩ ટકા કામગીરી પુરી કરાઈ છે.હેબતપુર રેલવે ઓવરબ્રિજની ૭૩ ટકા તથા સતાધાર ફલાયઓવરબ્રિજની કામગીરી ૮૫ ટકા જેટલી પુરી કરી લેવાઈ છે.સતાધાર ફલાયઓવરબ્રિજ મોટાભાગે ફેબુ્આરી મહિનામા કાર્યરત થવાની સંભાવના વ્યકત કરાઈ છે.

બોટાદ રેલવે ક્રોસીંગનંબર-૨૪ ઉપર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ, એસ.જી.હાઈવે કનેકટ થતા ૪૦ મીટરના રસ્તા ઉપર ૬૩૬.૮૯ મીટર લંબાઈ તથા ફોરલેન બ્રિજ મુજબ ૧૬.૪૦ મીટર પહોળાઈ રાખવામા આવી છે.આ બ્રિજ માટે પ્રોજેકટ કોસ્ટ રુપિયા ૮૦.૬૩ કરોડ રાખવામા આવી હતી.બ્રિજના એપ્રોચ પોર્શન તેમજ સુપર સ્ટ્રકચરની તમામ કામગીરી પુરી કરાઈ છે.રેલવે પોર્શનમાં ફાઉન્ડેશન,સબ સ્ટ્રકચર તથા પીયરકેપની કામગીરી પુરી કરાઈ છે.એપ્રોચ પોર્શનની ૯૩ ટકા તથા રેલવે પોર્શનની ૬૫ ટકા કામગીરી પુરી કરાઈ છે.માર્ચ-૨૦૨૬ સુધીમા આ બ્રિજની કામગીરી પુરી કરાશે.મકરબા,સરખેજ તથા કોર્પોરેટ રોડ સહિતના વિસ્તારોના દોઢ લાખ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે.

હેબતપુર ખાતે થલતેજથી હેબતપુર સોલા સાયન્સસીટી વિસ્તારને જોડતો ૬૭૯ મીટર લંબાઈ તથા ફોરલેન બ્રિજ મુજબ ૧૬.૫૦ મીટર પહોળાઈનો ફોરલેન રેલવે ફલાયઓવરબ્રિજ બનાવવા રુપિયા ૭૪.૧૫ કરોડ પ્રોજેકટ કોસ્ટ રખાઈ હતી.બ્રિજના એપ્રોચ પોર્શન તેમજ સુપર સ્ટ્રકચરની તમામ કામગીરી પુરી કરાઈ છે..રેલવે પોર્શનમાં ફાઉન્ડેશન,સબ સ્ટ્રકચર તથા પીયરકેપની કામગીરી પુરી કરાઈ છે.એપ્રોચ પોર્શનની ૮૫ ટકા તથા રેલવે પોર્શનની ૭૩ ટકા કામગીરી પુરી કરાઈ છે.જુન-૨૦૨૬ સુધીમાં આ બ્રિજની કામગીરી પુરી કરાશે.થલતેજ,હેબતપુર,સાયન્સસીટી સહિતના દોઢલાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમા બ્રિજના ચાલી રહેલા કામોની સમીક્ષા કરાઈ હતી.કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,સતાધાર જંકશન ઉપર ૯૭૫ મીટર લંબાઈ તથા ફોરલેન બ્રિજ મુજબ ૧૬.૫૦ મીટર પહોળાઈનો ફોરલેન ફલાય ઓવરબ્રિજ બનાવવા રુપિયા ૧૦૩.૬૩ કરોડ મંજૂર કરાયા હતા.બ્રિજના ફાઉન્ડેશન, સબ સ્ટ્રકચર તથા આજુબાજુના ભાગમા સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.ચાણકયપુરી તરફના ભાગમા હાલ ડેક સ્લેબ તથા સુપર સ્ટ્રકચરની કામગીરી ચાલી રહી છે.ફીઝીકલ પ્રોગ્રેસ ૮૫ ટકા થયો છે.ફેબુ્આરી-૨૦૨૬ સુધીમા આ બ્રિજની કામગીરી પુરી કરાશે.ઘાટલોડીયા,સોલા ઉપરાંત થલતેજ તેમજ ચાણકયપુરી વિસ્તારના રહીશોને લાભ મળશે.