Get The App

આઠ ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયતમાં સભ્ય પદ માટે પેટા ચૂંટણી યોજાશે

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
આઠ ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયતમાં સભ્ય પદ માટે પેટા ચૂંટણી યોજાશે 1 - image


વિરમગામ તાલુકાના ૧૬માંથી ૮ ગ્રામ પંચાયત સમરસ જાહેર 

વિરમગામ - રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની પેટા અને સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ હતી. જેમાં  વિરમગામ તાલુકામાં ૧૬ સરપંચ પદ અને ૧૭ સભ્ય પદ માટે પેટા ચૂંટણી સહિત કુલ ૩૩ ગ્રામ પંચાયત માટે પેટા તેમજ સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાના અંતમાં આજરોજ અત્યાર સુધી વિરમગામ તાલુકાના કુલ ૧૬ ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણીમાં આઠ પંચાયત બિનહરીફને સમરસ થવા પામી છે અને બાકી રહેલી ૮ માટે ચૂંટણી યોજાશે. જેમાં થોરી થાંભા, ડુમાણા, થોરી, વડગાસ, તાલિયાણા, જાદવપુરા, શિવપુરા, વલાણા અને ચંદન નગર ગ્રામ પંચાયત સમરસ અને બિનહરીફ થવા પામી છે. આગામી ૨૨ જૂન ૨૦૨૫ના રોજ ખુડદ, દોલતપુરા, મણીપુરા, જેતાપુર, દેવપુરા, મેલજ, કાદીપુરા, સરસાવડી, ચુનીના પુરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટેની ચૂંટણી યોજાશે.


Tags :