Gujarat

પેટા ચૂંટણીની અસર સુરત શિક્ષણ સમિતિના શિક્ષણ પર પડી , ચૂંટણીને કારણે ભરતી પ્રક્રિયા અટકી, શિક્ષકોને માથે ભારણ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
સેન્ટ્રલ ઝોન સહિતની કેટલીક સ્કૂલોમાં એક શિક્ષકે એકથી વધુ વર્ગખંડ સંભાળવાની નોબત, શિક્ષણ પર માઠી અસર

Summarized by AI; it may make mistakes. Check important info

પેટા ચૂંટણીની અસર સુરત શિક્ષણ સમિતિના શિક્ષણ પર પડી ,  ચૂંટણીને કારણે ભરતી પ્રક્રિયા અટકી, શિક્ષકોને માથે ભારણ

Surat : ગુજરાતમાં પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણીની સીધી અસર સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર પડી છે. ચૂંટણીની આચારસંહિતાને કારણે સાથી શિક્ષકોની ભરતી અટકી ગઈ છે જેના કારણે શિક્ષકો ઉપર કાર્યભારણ વધી ગયું છે. હાલ શિક્ષકોની ઘટના કારણે એક શિક્ષકે એક કરતાં વધુ વર્ગખંડ સંભાળવાની ફરજ પડી રહી છે અને તેના કારણે શિક્ષણ પર અસર પડી રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવું સત્ર શરૂ થઈ ગયું છે. પાલિકાની શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો રહ્યો છે. આ વર્ષે શિક્ષણ સમિતિએ શરૂઆતના દિવસોમાં જ વિદ્યાર્થીઓને બુટમોજા અને યુનિફોર્મ આપી દીધા હતા. જોકે હાલમાં સેન્ટ્રલ ઝોન સહિત કેટલાક વિસ્તારમાં શિક્ષકોની ઘટની ફરિયાદ ઉઠી રહી છે. કેટલીક સ્કૂલોમાં તો એવી હાલત છે કે એક શિક્ષક ત્રણ-ત્રણ વર્ગ સંભાળી રહ્યા છે. જેના કારણે અડધો સમય તો ત્રણ વર્ગની ઓફલાઈન અને ઓનલાઇન હાજરી પુરવામાં જ પૂરો થઈ જાય છે. શિક્ષકો એક કરતાં વધુ વર્ગ સંભાળતા હોવાથી બાળકોને શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. 

શિક્ષણ સમિતિને પણ આ સમસ્યાનો ખ્યાલ છે. સમિતિ કહે છે કે સાથી શિક્ષકો માટેની પ્રક્રિયા ચાલુ હતી દરમિયાન ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ ચૂંટણી જાહેર થતાં જ આચાર સહિતા લાગુ પડી ગઈ છે અને તેના કારણે ભરતીની પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે. હવે 26 જૂન પછી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સાથે શિક્ષકો જ્યાં ગત છે ત્યાં મૂકવામાં આવશે. જોકે આ પ્રક્રિયા દરમિયાન જૂન મહિનો પૂરો થઈ જાય તેવી શક્યતા છે. જેના કારણે જે શાળામાં શિક્ષકોની ઘટ છે તે શાળામાં શિક્ષકો પર ભારણ સતત વધી રહ્યું છે.