Gujarat

વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત

By GS TEAM
14 Nov 20251 min read
વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત

વડોદરા,વાઘોડિયાના માણેકપુર ગામે પતિ - પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલી  પત્નીએ ઝેર ગટગટાવી લેતા મોત થયું છે.

વાઘોડિયા તાલુકાના માણેકપુર ગામે રહેતા કિશનકુમાર અજીતભાઇ બારિયા ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમનું બાળક  રડતું હતું. જેથી, તેમણે  પત્ની જ્યોતિકાબેનને આ અંગે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કિશન બાળકને રમાડવા ઘરની બહાર ઝાડ નીચે ગયો હતો. જ્યારે તેની પત્ની રસોઇ બનાવતી હતી. થોડીવાર પછી પતિ જોવા ગયો ત્યારે પત્નીએ ઝેરી દવા પી લેતા તેની તબિયત બગડી હતી. તેને સારવાર માટે સૌ પ્રથમ ખાનગી અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવી હતી. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે વાઘોડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.