Get The App

અમદાવાદ મ્યુનિ.દ્વારા પાલડીમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો

અશાંતધારા હેઠળ એલિસબ્રિજના ધારાસભ્યે કલેકટર સમક્ષ ફરિયાદ કરી હતી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિ.દ્વારા  પાલડીમાં મુસ્તફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો 1 - image

       

 અમદાવાદ, શુક્રવાર,16 જાન્યુ,2026

અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાછળના ભાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુસ્તફા માણેકચંદના ગેરકાયદે બંગલાને તોડી પાડયો હતો. કોર્પોરેશન દ્વારા નૂતન સર્વોદય સોસાયટીમાં કરવામા આવેલ ગેરકાયદે બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયુ હતુ. અશાંતધારા હેઠળ એલિસબ્રિજના ધારાસભ્યે કલેકટર સમક્ષ ફરિયાદ પણ કરી હતી.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, કોચરબ આશ્રમની પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમા મુસ્તફા માણેકચંદ દ્વારા નવ બંગલા ખરીદી લેવામા આવ્યા હતા તેમજ ગેરકાયદેસર બાંધકામ કરવામા આવ્યુ હોવાની ફરિયાદ એલિસબ્રિજના ધારાસભ્યે કરી હતી.આ મામલે કલેકટર સમક્ષ ફરિયાદ કરવામા આવતા કલેકટરે છ મહિના અગાઉ  આ બંગલા મૂળ માલિકોને પરત  કરી દેવા માટે હુકમ કર્યો હતો.આ મામલે કાનૂની લડત પુરી થતા શુક્રવારે  કોર્પોરેશન તરફથી બંગલાનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામા આવ્યુ હતુ.અશાંતધારા હેઠળના વિસ્તારોમાં મિલકતો ખરીદીને ગેરકાયદેસર બાંધકામ કરવાના કીસ્સામા  કોર્પોરેશન દ્વારા આ મોટી કાર્યવાહી કરવામા આવી હોવાનુ મનાઈ રહયુ છે.આગામી સમયમાં આવા અન્ય બાંધકામ  તોડવા અંગે પણ તંત્ર તરફથી કાર્યવાહી કરવામા આવે તેવી સંભાવના વ્યકત કરાઈ છે.