અમદાવાદમાં ઘર કે ઓફિસ ખરીદવા થશે મોંઘા! AMC અને AUDAએ ડેવલોપમેન્ટ ચાર્જમાં કર્યો 10 ગણો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં હવે પોતાનું ઘર, મકાન કે ઓફિસ લેવી મોંઘી થઈ જશે, કારણ કે, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા 40 વર્ષ બાદ સૌપ્રથમ વખત જમીન-બાંધકામના ઉપયોગ પર લેવાતો ડેવલોપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં પણ વધારો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે જેના કારણે મિલકતોના ભાવોમાં ખૂબ વધારો થશે.

ગઈકાલે (17 જૂન) મળેલી AUDAની બોર્ડ બેઠકમાં રહેણાંક, બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે, જેના સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલોપમેન્ટ ચાર્જ લાગુ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(AUDA) હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજુર કરવા માટે મુકશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો થાય છે. જેમાં 10 ગણો વધારો કરાતા હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે 25 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ નક્કી કરાયો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે 4થી લઈને 15 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો.

બોર્ડ બેઠકમાં શહેરીજનોને વિવિધ સામાજિક પ્રસંગો માટે ભાડે આપવામાં આવતા ઓડિટોરિયમ અને હોલના ભાડાના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. મહેમદાવાદમાં નવનિર્મિત ઓડિટોરિયમ તથા બેન્કવેટ હોલના ભાડાના દરો નક્કી કરવામાં આવ્યા હતા. આ સિવાય પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.










