Gujarat

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા

By GS TEAM
30 Aug 20251 min read
TukuTouch Logo
ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગાર રમી રહેલા ઊના શહેર ભાજપ ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત આઠ વ્યક્તિઓને ઝડપી લેતા શહેરમાં ચકચાર પ્રસરી છે. પોલીસે સ્થળ પરથી 2.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા
AI Images

Gambling Bust in Una: ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગાર રમી રહેલા ઊના શહેર ભાજપ ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત આઠ વ્યક્તિઓને ઝડપી લેતા શહેરમાં ચકચાર પ્રસરી છે. પોલીસે સ્થળ પરથી 2.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ઉના શહેરમાં વેરાવળ રોડ પર આનંદવાડી સામે અશોકનગર આંબાવાડીમાં એક મકાનની સામે આવેલા ખુલ્લા ફળિયામાં હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રેડ કરી હતી. અહીં તીન પત્તીનો જુગાર રમતા ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશ ધકાણ, વિમલ ઝવેરી, ભાવિન કાનાબાર, રાજુ ડાભી, ચીમન વાઢેર, અશોક દોમડીયા, હરેશ ગોસ્વામી, કેયુર લાખાણી સહિત આઠ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા. સ્થળપરથી 2,38,100ની રોકડ અને સાત મોબાઈલ સહિત કુલ 2,65,600નો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામને ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.