ગરબા સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ શેરી - ગરબાની મંજૂરીની માંગ કરી
બીજી તરફ ખેલૈયા, આયોજકો ગરબા નહીં યોજવાની તરફેણમાં : આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે જોશથી ગરબા રમીશું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
ગુજરાતમાં ગરબાની મંજૂરી આપવા માટે સરકારે હાલના તબક્કામાં ઇનકાર કરી દીધો છે. ત્યારે શેરી-મોહલ્લામાં અર્વાચીન ગરબાની મંજૂરી આપવા માટે સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી માંગ કરવામાં આવી છે. જોકે મોટાભાગના આયોજકો અને ખેલૈયાઓ માને છે કે આ વર્ષે ગરબા રમાવા જોઈએ નહીં અન્ય કોરોના સંક્રમણ વધી જશે.
ગુજરાતમાં ગરબાના પ્રોફેશનલ આયોજન માટે મુખ્યમંત્રીએ ઇનકાર કરી દીધો છે ત્યારે ખેલૈયા
ઓરકેસ્ટ્રા, ખૈલાયા તથા આયોજકોએ પણ પોતાના મંતવ્યો આપ્યા છે. ઓરકેસ્ટ્રા માલિક ચેતન પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી સંપૂર્ણ ધંધા બંધ છે. સાથોસાથ લગ્ન સિઝન પણ એમ જ ગઇ છે. ત્યારે આ વર્ષે નવરાત્રિના નાના આયોજનની જો પરવાનગી અપાઈ તો લાઇટ, સાઉન્ડ તથા અન્ય કારીગરોને રોજીરોટી મળી રહેશે. અન્યથા તેમની હાલત કફોડી બનશે.
શેરી-મોહોલ્લા કે સોસાયટીમાં ગરબાને મંજૂરી આપવા માંગ થઈ રહી છે તો બીજી તરફ મોટાભાગના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રી ન રમાઈ એમ ઈચ્છે છે. ગરબા રસિક ગ્રીષ્માબેને જણાવ્યું કે, જો કે મંજુરી નહિ આપશે તો ગતવર્ષના ગરબા જોઇ તેઓ દસ દિવસ કાઢી લઈશ. આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશ થી રમી શકીશું.
આયોજક ડેનીએ કહ્યું કે, હું પોતે મુખ્યમંત્રીને રજૂઆતકર્તાઓમાં હતો.પણ વ્યક્તિગત રીતે મારુ માનવુ છે કે, આ વર્ષે નવરાત્રિનુ આયોજન ન થવુ જોઇએ. ગરબા તો આવતા વર્ષે પણ રમાડી લઇશુ, માનવતા પહેલા રાખવી જોઇએ. જો ગરબાનુ આયોજન થશે તો ફરી કોરોનાના કેસ વધવાની શકયતા છે. રાજય સરકાર દ્વારા જે નિર્ણય લેવાય તેને આવકાર્ય રહેશે.