Gujarat

ફતેપુરામાં વેપારીને ધક્કો મારી મોબાઇલ ઝૂંટવી લીધો

By GS TEAM
1 Aug 20251 min read
ફતેપુરામાં વેપારીને ધક્કો મારી મોબાઇલ ઝૂંટવી લીધો

વડોદરા,દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને વેપારીને ધક્કો મારીને મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

ન્યૂ વી.આઇ.પી. રોડ રઘુકુળ સોસાયટી નજીક સંગી ફ્લેટમાં રહેતા ગોપાલભાઇ ગિરધરલાલ રાજપૂત ફતેપુરા મેન રોડ ધૂળધોયાવાડ મસ્જિદની બાજુમાં પરચૂરણ સામાનનો વેપાર કરે છે.ગઇકાલે સવારે તેમણે દુકાન ખોલી હતી. બપોરે સાડા ચાર વાગ્યે એક આરોપી ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. તેણે સાવરણી જોઇએ છે. તેવું કહેતા વેપારી નીચે નમીને સાવરણી કાઢતા  હતા. વેપારીને ધક્કો મારીને તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને આરોપી ભાગી ગયો હતો. કુંભારવાડા પોલીસે આ ગુનામાં સામેલ આરોપી હિમેશ અતુલભાઇ  પરમાર, ઉં.વ.૧૯ (રહે. પટેલ  ફળિયા પાસે, યાકુતપુરા)ને ઝડપી પાડી મોબાઇલ ફોન કબજે  લીધો છે.