Get The App

2 શખ્સોએ જાહેરમાં અપમાનીત કરતા વેપારીએ ગળાફાંસો ખાઈ લીધો

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
2 શખ્સોએ જાહેરમાં અપમાનીત કરતા વેપારીએ ગળાફાંસો ખાઈ લીધો 1 - image


વીડિયો બનાવી ઘરે જ આત્મઘાતી પગલુ ભરી લીધું : ત્રણે'ક દિવસ પહેલા બાપુનગર પાસે બનેલી હત્યાનો આરોપી મૃતકની ઓટો પાર્ટસની દુકાનમાં કામ કરતો હતો

રાજકોટ, : કોઠારીયા ગામમાં ટાંકા પાસે રામપાર્કમાં રહેતા અને ઓટોપાર્ટસની દુકાન ધરાવતા તેમજ ત્રણેક દિવસ પહેલા બાપુનગર પાસે બનેલા હત્યાના ગુનાના આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અમન કાસમાણીના જેની દુકાનમાં કામ કરતો હતો તે કમલેશ મુકેશભાઈ સરેરીયા (ઉ.વ.રપ)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ આજી ડેમ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ રામપાર્કમાં રહેતા અને ઓટોપાર્ટસની દુકાન ધરાવતા કમલેશ સરેરીયા (ઉ.વ.રપ)એ ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્ની માવતરે ગઈ હોય આજે સવારે તે નહીં ઉઠતા પરિવારજનોએ તેના રૂમમાં જઈ તપાસ કરતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ૧૦૮ને બોલાવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો હતો. 

પોલીસે જણાવ્યું કે કમલેશ બે ભાઈમાં નાનો હતો. બાપંનગર નજીક સ્મશાન પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલો આરોપી અમન કાસમાણી મૃતક કમલેશની દુકાનમાં કામ કરતો હતો. કમલેશે આપઘાત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં જાકીર દલ અને સલીમ નામના શખ્સોએ જાહેરમાં બોલાચાલી કરી અપમાનીત કર્યો હોવાનું તે કહી રહ્યો છે.  જે વીડિયો કબજે કરી પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ બાપુનગર પાસેની હત્યા સમયે હત્યાનો ભોગ બનનારના પરિવારજનોએ આરોપી અમનના પિતા સાથે માથાકૂટ કરી હતી. આ સમયે તેણે અમનના શેઠ કમલેશની મદદ માંગી હતી. ત્યારે હત્યાનો ભોગ બનનારનાં પરિવારજનોએ કમલેશ સાથે માથાકૂટ કરી હોવાની ચર્ચા છે. જોકે પોલીસ તપાસ બાદ સમગ્ર વિગતો બહાર આવશે.

Tags :