Gujarat

હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત

By GS TEAM
1 Jun 20261 min read
હાઇવે  પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત

વડોદરા,કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા ફેબ્રિકેશનના વેપારીનું મોત થયું છે. જ્યારે અન્ય એક કેસમા ં ૪૨ વર્ષના શિક્ષકનું પણ મોત થયું છે. તેઓને પણ હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે.

ન્યુ વી.આઇ.પી. રોડ સુપર બેકરી પાસે ગણેશ એસ્ટેટમાં રહેતા યોગેશભાઇ અંબાલાલ મિસ્ત્રી ( ઉં.વ.૫૮) ફેબ્રિકેશનનું કામ કરતા હતા.આજે તેઓ પોતાની કાર લઇને કપુરાઇ ચોકડીથી ઘરે આવતા  હતા. તે દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા સ્ટિયરિંગ  પર જ તેઓ ઢળી પડયા હતા. તેઓની કાર ડિવાઇડર સાથે અથડાઇને ઊભી રહી ગઇ હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેઓનો જીવ બચી શક્યો નહતો. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક કેસની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,છોટાઉદેપુરમાં રહેતા શિક્ષક સુભાષભાઇ લક્ષ્મણભાઇ બારિયા (ઉં.વ.૪૨) વેકેશન હોઇ વાઘોડિયારોડ પરના મકાને રહેવા આવ્યા  હતા. આજે સવારે ૯ વાગ્યે અચાનક છાતીમાં દુખાવો તથા ગભરામણ થતા તેઓને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેઓનો જીવ બચી શક્યો નહતો. તેઓનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા છે.