Gujarat

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો

By GS TEAM
2 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટમાં જાહેર સ્થળે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો

Jamnagar Police : જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટમાં જાહેર સ્થળે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

 મળતી માહિતી મુજબ, તા.01/05/2026ના રોજ રાત્રે આશરે 9.00 વાગ્યે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-58 વિસ્તારમાં બાળકોના સ્મશાન પાસે જાહેરમાં એક વ્યક્તિ પોતાના મોબાઇલમાં ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઈ સટ્ટાબાજી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

 જે રેડ દરમિયાન મુકેશભાઈ હેમતભાઈ ગજરા (ઉંમર 30, રહે. દિગ્વિજય પ્લોટ-58, જામનગર) પોતાના મોબાઇલમાં આઈપીએલ-2026ની 20-20 ક્રિકેટ મેચ જોઈ ફોન કોલ મારફતે રનફેર તથા હારજીતના સોદા પાડી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 310 તથા એક મોબાઇલ ફોન (અંદાજિત કિંમત રૂપિયા 2,000) મળી કુલ રૂપિયા 2,310નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સોદા લખન ગઢવી (રહેવાસી–જામનગર) સાથે કરવામાં આવતા હતા, જે હાલ ફરાર છે. 

આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

 પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.