Gujarat

વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત, તારે કારણે ચૂંટણી હાર્યો છું કહી વેપારીને લાફા ઝીંક્યા

By GS TEAM
28 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા પાસેના કરચિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતને કારણે હુમલાનો બનાવ બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત, તારે કારણે ચૂંટણી હાર્યો છું કહી વેપારીને લાફા ઝીંક્યા

Vadodara : વડોદરા પાસેના કરચિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતને કારણે હુમલાનો બનાવ બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા પાસે બાજવા ગામે આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને નજીકના કરચિયા ખાતે દુકાન ધરાવતા મનહરભાઈ પરમારે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે હું સ્કૂટર લઈને કરચિયા ગામેથી પસાર થતો હતો ત્યારે સ્કૂટર ઉપર આવેલા આકાશ દિલીપભાઈ પરમારે (પગી વગો,કરચિયા) મને રોક્યો હતો. 

તારે કારણે હું ચૂંટણી હારી ગયો છું... તેમ કહી આકાશે મને લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે આકાશ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.