Gujarat

વડોદરામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ, હરણીરોડ પર ગાય આવી જતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, પેસેન્જરોનો બચાવ

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરામાં રખડતા ઢોરોને કારણે અકસ્માતના અવારનવાર બનાવો બને છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ, હરણીરોડ પર ગાય આવી જતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, પેસેન્જરોનો બચાવ

image : Social media

Vadodara : વડોદરામાં રખડતા ઢોરોને કારણે અકસ્માતના અવારનવાર બનાવો બને છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા બન્યા છે.

ગઈ મધરાતે આવા જ એક બનાવમાં હરણીરોડ પર ગુજરાત સરકારની એસટી બસના મુસાફરોનો બચાવ થયો હતો. સુરતથી પાવાગઢ જતી બસ મધરાતે વડોદરામાં પેસેન્જર ઉતારીને બાકીના ચારેક પેસેન્જર સાથે પાવાગઢ જઈ રહી હતી ત્યારે હરણી રોડ પર એક ગાય આડે આવી હતી. 

અચાનક આવી ગયેલી ગાયને બચાવવા માટે ડ્રાઇવર પ્રયત્ન કરતા બસ રસ્તાના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જેને કારણે બસને ખાસ્સું એવું નુકસાન થયું હતું. પરંતુ ડ્રાઇવર ક્લીનર અને પેસેન્જરનો બચાવ થયો હતો‌. જેથી આ બનાવ અંગે કંડકટર નિર્મલસિંહની ફરિયાદ લઈ હરણી પોલીસે બસ ડ્રાઇવર વિનુ રામસિંગભાઈ બારીયા (વડેલાવ ગામ,ગોધરા) સામે બેદરકારી પૂર્વક બસ હાંકવા બદલ ગુનો દાખલ કર્યો હતો.