Get The App

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા 1 - image


મેરીટ લિસ્ટમાં ઉમેદવારોના નામ નહીં આવતા મામલો બહાર આવ્યો

નોકરી માટે સાત શખ્સ પાસેથી રૃા.૩૫.૧૫ લાખ લઈ કોર્પોરેશનના બનાવટી સિક્કા સાથેના લેટરપેડ, એમ્પલોય રજિસ્ટ્રેશન ફોર્મ અને ઓર્ડરો બનાવી ઠગાઇ આચરી હતી

સુરેન્દ્રનગર -  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને એપ્લોયર રજિસ્ટ્રેશનનું ફોર્મ બનાવી બનાવટી સહી સિક્કા કરી સાત ઉમેદવારો પાસેથી કુલ રૃા.૩૫.૧૫ લાખની છેતરપીંડી તેમજ ઠગાઈ કરનાર સુરેન્દ્રનગર શહેરની એક યુવતી સહિત બે આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય એક આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર કડીયા સોસાયટીમાં રહેતા જયેશકુમાર બાબુભાઈ મકવાણાના વિદ્યાર્થી કાનજીભાઈ કુણપરા (રહે.દાળમીલ)એ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)માં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે નોકરી કરે છે અને સુરેન્દ્રનગરના કિરણબેન સરવાણીયા પણ ત્યાં જુની.કલાર્ક તરીકે નોકરી કરે છે અને બંનેનું એએમસી સેટિંગ છે કોઈને નોકરી જોઈતી હોય તો જણાવા કહ્યું હતું.

કાનજીભાઈએ જયેશકુમારને એએમસીમાં ભરતીનો મેસેજ કર્યો હતો અને કોઈને નોકરી જોઈતી હોય વ્યક્તિ દીઠ રૃા.૧૫ લાખ વહીવટના આપવા પડશે પહેલા ૪.૫૦ લાખ રૃપિયા આપવાના અને બાકીના રૃપિયા નોકરીનો ઓર્ડર આવી ગયા બાદ આપવાના રહેશે તેમ જણાવ્યં હતું.

જયેશકુમારએ પોતાનો ભત્રીજો હાર્દિક મકવાણા અને તેના મિત્રો સંજયભાઈ મઢવી (બંને રહે.સુરેન્દ્રનગર), કુટુંબીજનો, વેવાઈ સહિત સાત માટે નોકરી અંગે વાત કરી અને એડવાન્સ પેટે કાનજીભાઈ અને કિરણબેન અને અમદાવાદ રહેતા વિજયભાઈ વાઘેલાને રૃા.૩૫.૧૫ લાખ આપ્યા હતા. બાદ ઉમેદવારોના નોકરીના ઓર્ડરો વોટ્સઅપથી મોકલ્યા હતા.

થોડા દિવસો બાદ એએમસી દ્વારા નોકરીનું મેરીટ લીસ્ટ બહાર આવતા ફરિયાદીએ ચેક કરતા સાતેય ઉમેદવારોના લીસ્ટમાં નામ ન આવતા નોકરીના ઓર્ડર તથા મ્યુનિસિપલ કચેરીના પત્ર સાથે અધિકારીને બતાવતા આ નોકરીના ઓર્ડરો નકલી અને ખોટા સહિ સીક્કાવાળા હોવાનું બહાર આવતા ફરિયાદી સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણ થથાં જયેશ કુમારે એ-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

બે આરોપી ઝડપાયા, એક ફરાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર તેમજ કમિશનરના રાઈટર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને સહિ સીક્કા કરી છેતરપીંડી આચરનાર કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા (બંને રહે સુરેન્દ્રનગર)ને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અમદાવાદ રહેતા વિજયભાઈ રમણભાઈ વાઘેલાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ભોગ બનેલા વ્યક્તિ - (૧) હાર્દીકભાઈ રાજેશભાઈ મકવાણા રહે.વર્ધમાન કોલોની, સુરેન્દ્રનગર (૨) પ્રવીણભાઈ ધીરૃભાઈ દેગામડીયા રહે.ગળથલ તા.લીંબડી (૩) સંકેતકુમાર હિંમતલાલ મકવાણા રહે.ચરાડી તા.ધ્રાંગધ્રા (૪) ધૃ્રવ ઘનશ્યામભાઈ મઢવી રહે.ધોળકા (૫) જાગૃતિબેન ધવલભાઈ અજાણા રહે.તારાપુર (૬) હેતલબેન વિનુભાઈ ચાવડા રહે.સુરેન્દ્રનગર અને (૭) સંજયભાઈ અરવિંદભાઈ મઢવી રહે.નિર્મળનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

આરોપીઓએ કોની પાસેથી કેટલા પડાવ્યા?  

ઝડપાયેલ બંટી અને બબલી તેમજ અમદાવાદના વિજયભાઈ વાઘેલાને દરેક વ્યક્તિ દીઠ રૃા.૪.૧૫ લાખ, કમીશ્નરના રાઈટર માટે એક ઉમેદવારના રૃા.૭.૫૦ લાખ અન્ય રૃા.૩.૩૦ લાખ મળી સાતેય ઉમેદવારોના રૃા.૩૨.૧૦ લાખ રોકડા અને રૃા.૩.૦૫ લાખ સહિત કુલ રૃા.૩૫.૧૫ લાખ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા.

ખોટા લેટરપેડ અને બનાવટી સીક્કાનો ઉપયોગ કરી છેતરપીંડિ આચરી 

ઝડપાયેલ બંને આરોપીઓ સહિત ત્રણેય શખ્સોએ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી તેમજ કોર્પોરેશનની કચેરીનું ખોટું લેટર પેડ, એમ્પલોય રજીસ્ટ્રેશનનું ખોટા સહી સીક્કા સાથેનું ફોર્મ અને ઉમેદવારોના ખોટા સહિ સીક્કા સાથેના ઓર્ડરો બનાવી રોકડ રકમ લઈ છેતરપીંડી આચરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

પુછપરછમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા

એ-ડિવીઝન પોલીસે ઝડપી પાડેલ છેતરપિંડીના માસ્ટર માઈન્ડ બંટી અને બબલીની હાલ પુછપરછ હાથ ધરી છે. વધુ પુછપરછ દરમ્યાન અન્ય તાલુકાઓ અને અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે નોકરીની લાલચ આપી છેતરપિંડીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


Tags :