Gujarat
ધ્વનિ પ્રદૂષણ કરતા બાઇકના 108 મોડીફાઇડ સાયલન્સરો પર બૂલડોઝર ફેરવાયું
By GS TEAM
17 Dec 20251 min read

વડોદરાઃ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તેવા મોટર સાઇકલના મોડીફાઇડ કરેલા સાયલન્સર પર આજે બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય તેવા વાહનોને મેમો આપી દંડ વસૂલ કરવામાં આવતો હતો.પરંતુ તેની ધારી અસર નહિ થતાં આવા વાહનોના સાયલન્સર કબજે લઇને કોર્ટના ઓર્ડર બાદ તેનો નાશ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા પોલીસે અગાઉ ચાર વખત કુલ ૩૯૮ સાયલન્સરનો નાશ કર્યા બાદ આજે પોલીસ કમિશનરની હાજરીમાં ટ્રાફિક શાખાની બહાર બીજા ૧૦૮ મોડીફાઇડ સાયલન્સરનો નાશ કરવામાં આવ્યો હતો.








