દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરતી
પૂર્ણિમા હાઇસ્કૂલના ઢાળ પાસેની નડતરરૃપ દુકાનો તોડવા પાલિકા, પોલીસ અને મામલતદારનું સંયુક્ત ઓપરેશન
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં
અવરોધ ઉભો કરતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે નગરપાલિકા દ્વારા કાર્યવાહી
હાથ ધરાઈ છે.દહેગામ નગરના પૂણમા હાઈસ્કૂલના ઢાળ પાસે આવેલી ત્રણ દુકાનો, જે ડ્રેનેજ
વ્યવસ્થાને અવરોધી રહી હતી,
તેને હાઈકોર્ટના હુકમના પાલનમાં ડિમોલિશ કરવામાં આવી છે.આ કાર્યવાહી દહેગામ
નગરપાલિકા, મામલતદાર
કચેરી, સીટી
સર્વે કચેરી, પોલીસ
સ્ટેશન અને યુજીવીસીએલના દ્વારા સંયુક્તરીતે હાથ ધરવામાં આવી છે. આ દબાણોના કારણે
વરસાદ દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી, જેના નિવારણ માટે
આ પગલું ભરવું જરૃરી બન્યું હતું.
ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે દહેગામ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાને ઉકેલવા માટે દબાણ હટાવવાની આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ત્રણ દુકાનો ડ્રેનેજ લાઈનના માર્ગમાં અવરોધ ઉભો કરી રહી હતી, જેના કારણે શહેરના નાગરિકોને વરસાદી તુમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રે પૂરતી તકેદારી રાખી અને પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવામાં આવ્યું છે.