Get The App

અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી, ફસાયેલા 20 લોકોને બચાવાયા, જાનહાનિ ટળી

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી, ફસાયેલા 20 લોકોને બચાવાયા, જાનહાનિ ટળી 1 - image

Building Collapsed In Kalupur : અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હોવાની ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં કાટમાળમાં 20 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

મકાન ધરાશાયી થવાથી 20 લોકો ફયાસા

મળતી માહિતી પ્રમાણે, કાલુપુરની માતાવાળી પોળમાં આવેલું મકાન ધરાશાયી થવાથી 20 જેટલા લોકો તેમાં ફયાસા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચીને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો

કાલુપુરની આ પોળમાં આવેલું મકાન જર્જરિત હાલતમાં હોવાથી અચાનક ધરાશાયી થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈજ પ્રકારની જાનહાની થઈ ન હતી.