તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં બિલ્ડર રવિન્દ્ર કહારના વચગાળાના જામીનની માંગ હાઈકોર્ટે પણ નકાર્યા
પત્નીની ગાયનેક સંબંધિત બિમારી માટે તબીબી રિપોર્ટ રજુ કરનાર રવિન્દ્ર કહારની ૧૫ દિવસના વચગાળાના જામીનની માંગને સુરત સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી
સુરત,તા.૨૨ જુન ૨૦૨૦ સોમવાર
ન્દ્ર કહારની પત્નીની બિમારીના કારણોસર વચગાળાના જામીન માંગતી અરજીને સુરતની સ્થાનિક સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટ જસ્ટીસ સુશ્રી ગીતાબેન ગોપીએ પણ નકારી કાઢી છે.
22 માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કાવતરાના આરોપોસર જેલવાસ ભોગવતા બિલ્ડર રવિન્દ્ર કહારે સુરત સેશન્સ કોર્ટે વચગાળાના જામીન નકારતા હુકમથી નારાજ થઈ તેની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારી હતી.
આરોપી બિલ્ડર રવિન્દ્ર કહારે પોતાની પત્નીના ગર્ભાશયની બિમારીની સારવાર માટે 15 દિવસના વચગાળાના જામીનની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરી હતી.જેના સમર્થનમાં આરોપીના બચાવપક્ષે રજુ કરેલા તબીબી રિપોર્ટ તથા અભિપ્રાયને સરકારપક્ષે ખાસ સરકારી વકીલ પી.એન.પરમારે વાંધો ઉઠાવ્યો હતો.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ પત્નીની બિમારી તથા સર્જરી સંબંધે જે તબીબી પેપર્સ રજુ કર્યા છે તે ડૉ.મહેન્દ્ર પટેલ સ્ત્રી રોગના નિષ્ણાંત નથી.અગાઉ આ કેસના આરોપી ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીને ડૉ.મહેન્દ્ર પટેલે જામીન મુક્ત થવા માટે આ પ્રકારના તબીબી અભિપ્રાય તથા બિમારીની સારવાર સંબંધી પેપર્સ રજુ થયા હતા.જેને કોર્ટે માન્ય રાખીને આરોપી રવિન્દ્ર કહારના વચગાળાના જામીન નકારી કાઢ્યા હતા.
જેથી સુરત સેશન્સ કોર્ટના હુકમની કાયદેસરતાને આરોપી રવિન્દ્ર કહારે હાઈકોર્ટમાં પડકારીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમને રદ કરવા માંગ કરી હતી.જે અપીલની સુનાવણી બાદ હાઈકોર્ટે આરોપીએ નીચલી કોર્ટ સમક્ષ રજુ કરેલા તબીબી પેપર્સની હકીકતને ધ્યાને લઈને વચગાળાના જામીનની માંગને નકારી કાઢી હતી.