Get The App

કાકાસસરા પર હુમલો કરવાના બનાવમાં કાન્હા ગ્રુપનાે બિલ્ડર ધવલ ઠક્કર ઉદેપુરથી આવતા્ં જ પકડાયો

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
કાકાસસરા પર હુમલો કરવાના  બનાવમાં કાન્હા ગ્રુપનાે બિલ્ડર ધવલ ઠક્કર ઉદેપુરથી આવતા્ં જ પકડાયો 1 - image

વડોદરાઃ કાકાસસરા પર હુમલો કરવાના બનાવમાં ફરાર થયેલા કાન્હા ગુ્રપના બિલ્ડર ધવલ ઠક્કરની છાણી પોલીસે રાતે ધરપકડ કરી હતી.

છાણીના ગોદામા  પેટ્રોલપંપ પાસે રહેતા જગદીશભાઇ ઠક્કરે તેની ભત્રીજી પર દારૃના નશામાં અત્યાચાર ગુજારતા ભત્રીજા જમાઇ ધવલ દિપકભાઇ ઠક્કર(આમ્રકુંજ સોસાયટી, ઇલોરાપાર્ક)ને ઠપકો આપતાં તેણે માણસો સાથે ધસી આવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

છાણી પોલીસે આ બનાવમાં એક સગીર સહિત ૧૨ હુમલાખોરોને પકડયા હતા.જ્યારે, સૂત્રધાર ધવલ ઠક્કર ફરાર હતો.તેની આગોતરા જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી.પોલીસ દ્વારા તેના ઘર પર દસ દિવસથી વોચ રાખવામાં આવી હતી.

ગઇરાતે ઉદેપુરથી પરત ફરતાં જ પોલીસે ધવલને ઝડપી પાડયો હતો.આજે કોર્ટેમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પરંતુ રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા.અગાઉ ધવલની મર્સિડિઝ કબજે કરનાર પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લીધો હતો.

Tags :