કાકાસસરા પર હુમલાના બનાવમાં બિલ્ડર ધવલ ઠક્કરનો હજી પત્તો નથી,વધુ 2 હુમલાખોર પકડાયા
વડોદરાઃ છાણી વિસ્તારમાં કાકાસસરા પર હુમલો કરનાર કાન્હા ગુ્રપના બિલ્ડરનો હજી કોઇ પત્તો નથી.તો બીજીતરફ હુમલાના બનાવમાં વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.
છાણીના ગોદામા પેટ્રોલપંપ પાસે રહેતા જગદીશભાઇ ઠક્કરે તેની ભત્રીજી પર દારૃના નશામાં ત્રાસ ગુજારનાર ભત્રીજા જમાઇ ધવલ ઠક્કરને ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું.
પાંચેક દિવસ પહેલાંના બનાવ અંગે જગદીશભાઇએ પોલીસને કહ્યું હતું કે, રાતે હું પલંગ પર સૂઇ રહ્યો હતો ત્યારે ધવલ તેની કારમાં આવ્યો હતો અને બીજા સાગરીતો બાઇક પર આવ્યા હતા.તેમણે મને લાકડાના ફટકા તેમજ ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી.બનાવનો સૂત્રધાર કાન્હા ગુ્રપનો બિલ્ડર ધવલ દિપકભાઇ ઠક્કરને શોધવા પોલીસની દોડધામ ચાલી રહી છે.તેણે આગોતરા જામીન માંગતા મંગળવારે સુનાવણી થનાર છે.
છાણી પોલીસે આ બનાવમાં અગાઉ ચાર સાગરીતોને પકડયા હતા. જ્યારે,આજે જતીન રાજુભાઇ માળી અને તેના ભાઇ નિકુલ માળી(બંને રહે.માળી મહોલ્લો,છાણી)ની ધરપકડ કરતાં પકડાયેલાઓની કુલ સંખ્યા છ પર પહોંચી છે.