Get The App

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી

૭ મહિના અગાઉ કાકા સસરાની ત્યાં સાગરિતો સાથે ધસી જઇ હુમલો કરતા ફરિયાદ નોંધાઇ હતી

કાકાસસરાએ કરેલો કેસ પરત ખેંચી લેવા માટે પત્ની પર દબાણ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી 1 - image

વડોદરા,કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પોતાની સામે કરેલો કેસ પરત ખેંચવા માટે પત્ની સાથે ઝઘડો કરી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકોટા રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે આવેલી એસોસિયેટ સોસાયટીમાં રહેતા અને કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડર ધવર દિપકભાઇ ઠક્કરે તેની  પત્નીના કાકા જગદીશ રસિકલાલ ઠક્કર (રહે. ગોદામા  પેટ્રોલ પંપ, હેવી વોટરની સામે,છાણી)  પર હુમલો કર્યો હતો. સાગરિતો સાથે ધસી જઇ જગદીશભાઇને માર માર્યો હતો. તેમજ ફોન પર ધમકી પણ આપતો હતો. આ ફરિયાદમાં પણ જગદીભાઇએ ઉલ્લેખ કર્યો હતો કે, ધવલ ઠક્કર તેની પત્ની નમ્રતાને ત્રાસ આપતો હતો. તેઓ કાન્હા ગુ્રપમાં ભાગીદાર બિલ્ડર છે. આ બનાવ અંગે ગત મે મહિનામાં છાણી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઇ હતી. જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે કોર્ટ કેસની તારીખ હોઇ મારા પતિ  કોર્ટમાં ગયા હતા. કોર્ટમાંથી પરત આવી તેમણે મારો મોબાઇલ ફોન લઇ લીધો હતો.  મેં ે મોબાઇલ પરત માગતા તેમણે ધમકી આપી હતી કે, તારા કાકાને કહેજે કે, કેસ પાછો ખેંચી લે. જો તારા કાકા કેસ પરત નહીં ખેંચે તો તને જીવતી રહેવા દઉં નહીં. ધવલે પત્નીને માર માર્યો હતો.