બેંક અધિકારીઓએ મિલ કત સસ્તામાં વેચી નાખ્યાનો બિલ્ડરનો આરોપ
વેચાણ દસ્તાવેજ રદ કરી બેંક અધિકારી સામે ગુનો નોંધવા કોર્ટમાં દાદ માગી

બેંક ઓફ બરોડા સયાજીગંજ શાખાએ રૂ. ૪.૫૦ કરોડની લોન સામેની મિલકત માત્ર રૂ.૧.૯૨ કરોડમાં ઓક્શન કરી દીધી હોવાના આક્ષેપ સાથે બિલ્ડરે બેંક અધિકારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધવા તથા વેચાણ દસ્તાવેજ રદ કરવા કોર્ટમાં ફરિયાદ કરી છે.
શહેરના જૂના પાદરા રોડ ખાતે રહેતા ભિલ્ડર રાજીવ શશીકાંત વોરાએ બેંક ઓફ બરોડાની સયાજીગંજ શાખા સામે પોતાની મિલકત સસ્તા ભાવે વેચી નાખ્યાનો ગંભીર આક્ષેપ સાથે કોર્ટમાં દાદ માગી છે. આરોપો મુજબ, તેમણે વર્ષ૨૦૧૮માં કારેલીબાગ હરીશનગર સોસાયટીમાં આવેલ પોતાના મકાન પર બિઝનેસ તથા કન્સ્ટ્રક્શન માટે બેંક પાસેથી રૂ. ૪.૫૦ કરોડની લોન લીધી હતી, પરંતુ કોવિડકાળ દરમિયાન આર્થિક પરિસ્થિતિ કથળતા તેઓ લોનની ભરપાઈ કરી ન કરી શક્તા બેંકને મકાન સોંપ્યું હતું, જેથી યોગ્ય કિંમત પ્રાપ્ત થઈ શકે.
મિલકતનો પ્રથમ વેલ્યુએશન રિપોર્ટ ૪.૫૦ કરોડનો હતો. બેંકે મકાનની હરાજી પ્રક્રિયામાં આશરે રૂ. ૨.૯૯ કરોડની લેણી સામે હરાજીમાં રૂ. ૨.૬૯ કરોડની ઓફર આપી મકાનને માત્ર રૂ. ૧.૯૨ કરોડમાં વેચાણ કરી દીધું હતું, જેમાં બેંકને રકમ વસૂલાતમાં રસ ન દેખાઈ કોઈને ફાયદો પહોંચાડવાનો આશય સ્પષ્ટ થાય છે. આ અંગે રાજીવ વોરાએ કોર્ટમાં દાવો માંડી મિલ કતનો વેચાણ દસ્તાવેજ રદ કરવાની સાથે બેંક ઓફ બરોડા સયાજીગંજ શાખાના અધિકારીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે.

