Get The App

બનાસકાંઠા સરહદે BSFની મોટી કાર્યવાહી, શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
બનાસકાંઠા સરહદે BSFની મોટી કાર્યવાહી, શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો 1 - image


Banaskantha Border : ઓપરેશન સિંદૂર બાદ જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ત્યારે કચ્છમાંથી જાસૂસીને પકડી પાડ્યા બાદ શુક્રવારે રાત્રે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર માર્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધતો હતો. પરિસ્થિતિને જોતાં બીએસએફના જવાનોએ ફાયરીંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

કચ્છ બોર્ડર પરથી શંકાસ્પદ જાસૂસની ધરપકડ

કચ્છ બોર્ડર પરથી વધુ એક શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ બોર્ડર પરથી ઝડપાયેલા શંકાસ્પદ જાસૂસ પર પાકિસ્તાનને માહિતી પુરી પાડવાનો આરોપ છે. જાસૂસે કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો પાકિસ્તાન મોકલી હોવાનું પણ સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે  ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ઘૂસણખોરી વધી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારેથી અને કચ્છમાંથી અવાર-નવાર પાકિસ્તાની નાગરિકો ઘૂસણખોરી કરતા ઝડપાતા હોય છે. ત્યારે ગુજરાત એટીએસે વધુ એક જાસૂસની ધરપકડ કરી લીધી હતી.

Tags :