BSF Gujarat IG Statement : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને PoKના આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો હતો. જેમાં ઓપરેસન સિંદૂર હેઠળ ભારતે પાક.ના 9 આતંકી ઠેકાણાઓને ઠાર કરી દીધા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. જેમાં ભારતે પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલને હવામાં જ નાશ કરી દીધો હતો. જેને લઈને BSF ગુજરાતના IG અભિષેક પાઠકે આજે શુક્રવારે (30 મે) પ્રેસ કોન્ફન્સ કરીને મોટું નિવેદન આપ્યું હતું.
ઓપરેશન સિંદૂરને લઈને ગાંધીનગરમાં BSF ગુજરાતના IGએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન એર ડિફેન્સ ફોર્સ દ્વારા 7 મેના રોજ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો. જેમાં અનેક આંતકીઓના મોત થયા. ભારતે કોઈપણ સેન્ય ઠેકાણા કે નાગરિકોને ટાર્ગેટ કર્યા ન હતા.
પાકિસ્તાન દ્વારા 500થી વધુ ડ્રોન મોકલ્યા : BSF Gujarat IG
તેમણે કહ્યું કે, '8 મે બાદ પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, પરંતુ ઈન્ડિયન એર ફોર્સ ડિફેન્સ સિસ્ટમને બહુ જ સારુ પ્રદર્શન કરીને આપણને કોઈ પ્રકારને નુકસાન થવા ન દીધુ. આ દરમિયાન ગુજરાત બોર્ડર પર પાકિસ્તાન દ્વારા 500થી વધુ ડ્રોન મોકલ્યા હતા, પરંતુ ડિફેન્સ સિસ્ટમે તમામ તેને નષ્ટ કર્યા હોવાથી કોઈપણ સુરક્ષાકર્મી કે નાગરિકોને હાનિ થઈ ન હતી.'
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસના 68 નવા કેસ, 265 એક્ટિવ કેસ, 11 દર્દી હોસ્પિટલમાં દાખલ
800થી વધુ મહિલાકર્મી આપી સેવા
BSF IGએ જણાવ્યું કે, 'ગુજરાતમાં 800થી વધુ મહિલા BSF કર્મી છે. જ્યારે ઓપરેશન વખતે તમામ મહિલાકર્મીને બોર્ડર પર તૈનાત કરી દવામાં આવ્યા હતા. હું સહાયક કમાન્ડન્ટ અમનદીપ અને નીતિ યાદવ વિશે જણાવવા માંગીશ કે, જેમણે કંપની કમાન્ડન્ટ તરીકે સૌથી પડકારજનક ખાડી વિસ્તારમાંથી તેમની કંપનીઓનું નેતૃત્ત્વ કર્યું હતું.'


