Get The App

જામનગરના લાલવાડી વિસ્તારમાં ગેરેજ સંચાલક યુવાનની ક્રૂર હત્યા

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના લાલવાડી વિસ્તારમાં ગેરેજ સંચાલક યુવાનની ક્રૂર હત્યા 1 - image


રિક્ષાના પૈસાની લેતી - દેતીના મામલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં મોતઃ 3 શખ્સો સામે મૃતકના ભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ દ્વારા શોધખોળ

જામનગર, : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા યુવાનની આજે પરોઢિયે હત્યા નિપજાવાઈ છે. એ યુવાન લાલવાડી વિસ્તારમાં લોહી લુહાણ થઈને ઢળી પડયો હતો, જેને સારવાર માટે વહેલી સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. રિક્ષાના પૈસાની લેતી - દેતીના મામલે હત્યા થયાનું ખુલ્યું છે.

ગેરેજ સંચાલક અખ્તર રફીકભાઈ ખીરા નામના 35 વર્ષના યુવાનની આજે વહેલી સવારે ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઈ હતી. આ પ્રકરણમાં રિક્ષાના પૈસાની લેતી-દેતીનો મામલો કારણભૂત હોવાનું અને હુસેન દાઉદભાઈ જુણેજા, મુસાભાઇ કે હુસેનભાઇના સસરા, તેમજ આબીદ મુસાભાઈ કે જર હુસેનભાઇનો સાળો,  જે ત્રણે'યએ હત્યા કરી નાખી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

ત્રણે'ય આરોપીઓ સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મૃતકના ભાઈ સોયબ રફિકભાઈ ખીરા દ્વારા હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાને આરોપી હુસેન દાઉદ જુણેજા પાસેથી બે ચાલુ રિક્ષા 2023ની સાલમાં ચાલુ ફાઇનાન્સમાં ખરીદ કરી હતી, અને બેન્ક હપ્તાના રૂપિયા આરોપીએ ભરવાના હતા. જેની સિક્યુરિટી પેટે મૃતક યુવાનને આરોપીએ બેંકના ચેક આપી દીધા હતા પરંતુ આરોપીઓ ફાઇનાન્સની લોનની રકમ ભરતા ન હોવાથી તેના ચેક બેંકમાં નાખતાં તે રિટર્ન થયા હોવાથી જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. યુવાનને સમાધાન માટે ત્રણે'ય આરોપીઓએ લાલવાડીમાં પોતાના ઘેર બોલાવી તલવાર છરી અને કોઈતા જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું.  ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમ તપાસ ચલાવી રહી છે.

Tags :