Get The App

મહિલાની ઓળખ માટે ભાઇના ડીએનએ મુંબઇથી મેળવાશે

મહિલાના ભાઇ મુંબઇ રહેતા હોવાથી વડોદરાના ડોકટર મુંબઇ પહોંચ્યા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
મહિલાની ઓળખ માટે ભાઇના ડીએનએ મુંબઇથી મેળવાશે 1 - image

 વડોદરા,અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક કરજણ તાલુકાની એક મહિલાની ઓળખ મેળવવા માટે તેના ભાઇના ડીએનએ લેવાની જરૃર પડતા  કલેકટરે એક તબીબને તાબડતોબ મુંબઇ મોકલ્યા છે.

કરજણ પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સાંસરોદ ગામના  આમદ વલી તાજુ, અલ્તાફ હુસેન પટેલ તથા તાજુ હસીનાબેન વલીભાઇ એર ઇન્ડિયાના પ્લેનમાં હતા. 

ઉક્ત બંને પુરૃષોના ડીએનએ મેળવી લેવાયા છે. પણ હસીનાબેનના ભાઇ મુંબઇ ખાતે મીરા રોડ ઉપર રહેતા હોવાથી તેમના સેમ્પલ લેવા માટે જિલ્લા આરોગ્ય તંત્રના મેડિકલ ઓફિસરને તત્કાલિન ટ્રેન મારફતે મુંબઇ મોકલવામાં આવ્યા છે. તેઓ આવતીકાલ સવારે સેમ્પલ લઇ પ્લેનમાં સીધા અમદાવાદ પહોંચશે.

Tags :