તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું
- તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન બે વખત દુષ્કર્મ આચર્યાંના બનાવથી ચકચાર
ભાવનગર : તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યાંનો ચકચારી બનાવ બન્યો છે. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન સાથે દુષ્કર્મ આચર્યાંનો ચકચારી બનાવ બન્યો છે. સગા ભાઈએ પોતાની બહેન સાથે એક માસ પૂર્વે અને તે પછી સપ્તાહ પૂર્વે એમ કુલ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.