અખિયાણા નજીક સાળા-બનેવીને અકસ્માત નડયો, સાળાનું મોત
- સારવાર મળે તે પહેલા રસ્તામાં જ દમ તોડયો
- લખતરના કડુથી સાળા-બનેવી બાઇક પર લગ્નમાં જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી
લખતર તાલુકાના કડુ ગામે રહેતા ઘનશ્યામભાઈ માધાભાઈ પાડીવાડીયા તેમના બનેવી વિજયભાઈ પનારા સાથે બાઈક પર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન હાઈવે પર આવેલા દસાડા તાલુકાના અખીયાણા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈને અડફેટે લેતા સાળા-બનેવી બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યલન્સ મારફતે સારવાર અર્થે પાટડી સરકરી હાસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ સાળા ઘનશ્યામભાઈ પાડીવાડીયા (ઉ.વ.૩૫)નું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બનેવી વિજય પનારાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોય સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે તેમજ પાટડી હોસ્પીટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. જ્યારે અકસ્માતમાં મૃતક ઘનશ્યામભાઈના મોતથી પત્ની અને બે સંતાનો સહિત પરિવારજનો પર આભ તુટી પડયું હતું અને સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.