નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ
પરિણીતાનો પતિ બહાર ગામ ગયો હતો તેનો લાભ ઉઠાવી આરોપીએ દુષ્કર્મ આચર્યુ
વડોદરા, પરિણીતાના ઘરે જઇ તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિ બહારગામ ગયા હતા. તે સમયે પરિણીતાનો જેઠ ઘરે આવ્યો હતો. પરિણીતાની એકલતાનો લાભ લઇને તેણે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ ગત ૧૬ મી જૂને પણ જ્યારે પરિણીતા ઘરે એકલી હતી. તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો. તેણે પરિણીતાને ધમકાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ એવુ ંકહ્યું હતું કે, તારે જેને કહેવું હોય એને કહી દેજે. હું કોઇનાથી ડરતો નથી. આ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.