Get The App

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત

ઉંડેરા ગામ સ્મશાનથી રિફાઇનરી મેન ગેટ તરફ જતા રોડ પર અકસ્માત

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
બહેનને મળીને ઘરે પરત  જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત 1 - image

 વડોદરા,બહેનને મળીને ચાલતા પરત ઘરે  જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.પોલીસે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાજવા ગામ પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળિયામાં રહેતા મહેશભાઇ ગોરધનભાઇ  પટેલ ( ઉં.વ.૫૪) ગત ૩ જી તારીખે ઉંડેરા ગામમાં રહેતી તેની બહેન ભાવનાબેન હરમાનભાઇ પટેલના ઘરે ગયા હતા. બહેનને મળીને તેઓ ચાલતા ઘરે પરત જતા હતા. તે દરમિયાન ઉંડેરા ગામ સ્મશાનથી રિફાઇનરી મેન ગેટ તરફ જતા રોડ પર અજાણ્યા વાહનચાલકે તેઓને ટક્કર મારતા પેટ, જમણા ખભા અને બરડાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.  પરંતુ, તેઓનું મોત થયું હતું. શરૃઆતમાં પરિવારનું માનવું એવું હતું કે, મહેશભાઇનું મોત બીમારીના કારણે થયું છે. પરંતુ, પી.એમ. દરમિયાન તેઓને અકસ્માતમાં ઇજા થઇ હોવાનું બહાર આવતા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.