- 58 વર્ષની બહેનનું બ્રેઇન હેમરેજથી મૃત્યુ થયું હતું
- 3 તાલુકાના ગામડાઓ અંતિમ સંસ્કાર માટે જ્યાં આવે છે તે દેગમડા ગામના મોક્ષધામમાં સબવાહિની દાનમાં આપી
ખુટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલની કુંભરવાડી ગામે રહેતી પરિણીત બહેન મંગુબેન (ઉ.વ.58) નું બ્રેઇન હેમરેજના કારણે સાત મહિના પહેલા અકાળે અવસાન થયું હતું. મંગુબેનના મૃત્યુ બાદ બે કિડની, બે આંખ અને લીવર મળી 5 અંગોનું અંગદાન પણ કરાયુ હતું. સ્વર્ગસ્થ બહેન મંગૂબેનની સ્મૃતિમાં ભાઇ કાંતિભાઈ પટેલે સેવાયજ્ઞા કરવાનો વિચાર કર્યો અને તેનો અમલ પણ કર્યો.
સેવાયજ્ઞના ભાગરૂપે વિધવા બહેનો માટે 15 દિવસીય પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 92 વિધવા બહેનોને શામળાજી, ગોકુલ, મથુરા, અયોધ્યા, હરિદ્વાર, ષિકેશ, કાશી, ઉજ્જૈન સહિતના પવિત્ર ધામોના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ મેળવી હતી. 15 દિવસીય ઉત્તરભારત યાત્રા સુખ, શાંતિ અને આનંદભેર પૂર્ણ થઈ હતી. યાત્રા સમાપન સાથે, કાન્તિભાઈ પટેલ દ્વારા દેગમડા ગામના મહિસાગર મોક્ષધામમાં રૂ.15 લાખની એક શબવાહિની દાન આપવામાં આવી હતી. દેગમડા ગામના મોક્ષધામમાં આસપાસના 15 થી 20 કિ.મી. વિસ્તારના 3 તાલુકાના ગામડા લોકો અહી અંતિમ વિધિ માટે આવે છે.


