Get The App

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો 1 - image


Vadodara Crime : વડોદરાના વાઘોડિયા રોડ પર ડી માર્ટની પાછળ લવકુશ નગરમાં રહેતા નીલમબેન નીતેશભાઇ મિસ્ત્રીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં મારા નાના ભાઈ વિજય મુરલીધર શર્મા (રહે-સુર્યા ફ્લેટ દત્ત મંદિરની સામે, મહાદેવ તળાવની બાજુમાં) ને આઠ મહિના અગાઉ 15000 રૂપિયા આપ્યા હતા. તે પરત લેવા માટે હું વારંવાર ફોન કરતી હતી પરંતુ તે મને પૈસા આપતો નહોતો.

જેથી ગત 20 મી તારીખે હું મારા ભાઈના ઘરે ગઈ હતી અને મારી માતાને વાત કરી હતી. મારો ભાઈ ઊંઘતો હોવાથી હું તેને જગાડવા માટે ગઈ હતી અને કહ્યું કે મને મારા પૈસા તમે ક્યારે આપો છો ? મારે મારા દીકરાની ફી ભરવાની છે. મારી વાત સાંભળીને મારો ભાઈ વિજય એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને મને ધક્કો મારીને પાડી નાખી હતી. તે મને માર મારવા લાગતા હું રૂમની બહાર ભાગી ગઈ હતી તો તેણે મારી પાછળ દોડી આવી મારા વાળ પકડી હાથની આંગળીઓ મચકોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારા હાથની આંગળીમાં ફેક્ચર થઈ ગયું હતું.


Tags :