જામનગરના ધ્રોલમાં બની દુર્ઘટના, રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા ભાઈ-બહેનના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : રાજ્યમાં નદી-કેનાલના પાણીમાં ડૂબવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે જામનગરના ધ્રોલથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ધ્રોલમાં બે ભાઈ-બહેન રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં બંને મોત નીપજ્યા હતા. દાહોદથી ખેત મજૂરી કરવા આવેલા પરિવારના બે બાળકોની મૃત્યુ થતાં શોક છવાયો છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
પાણીના ખાડામાં પડી જવાથી ભાઈ-બહેનના મોત
મળતી માહિતી મુજબ, દાહોદથી જામનગરના ધ્રોલના માણેકપર ગામે ખેત મજૂરી કરવા આવેલા પરિવારના 10 વર્ષીય અવિનાશ અને 8 વર્ષીય અનિતા પાણીના ખાડામાં પડી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: 247 મૃતદેહોના DNA થયા મેચ, 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા
બાળકો પાણીના ખાડા પડ્યા હોવાની પરિવારને જાણ થતાં તાત્કાલિક તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં બંને ભાઈ-બહેનના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








