બે બ્રિજ ઉપર સમારકામની કામગીરી ચાલુ, અમદાવાદમાં નદી ઉપરના તમામ બ્રિજનો તબકકાવાર લોડ ટેસ્ટ કરાશે

અમદાવાદ,ગુરુવાર,10
જુલાઈ,2025
ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી અમદાવાદમાં સાબરમતી નદી ઉપર
આવેલા તમામ બ્રિજનો તબકકાવાર લોડ ટેસ્ટ કરવા નિર્ણય કરાયો છે. પહેલા તબકકામાં ત્રણ
બ્રિજ ઉપર લોડ ટેસ્ટ કરાશે. એક બ્રિજ ઉપર પાંચથી છ વખત લોડ ટેસ્ટ કરવાની સાથે જે
તે બ્રિજની કન્સલ્ટન્સીને સાથે રાખીને બ્રિજની સ્ટ્રકચરલ સ્ટેબિલીટી અંગે પણ
ચકાસણી કરાશે. પંદર વર્ષ જુના બ્રિજને અગ્રીમતા અપાશે. ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર
માઈનોર રીપેરીંગ પુરુ કરાયુ છે. હાલમાં ગાંધીબ્રિજ અને જીવરાજ બ્રિજ ઉપર સમારકામ
ચાલી રહયુ છે.ગત વર્ષે ૬૯ બ્રિજનું ઈન્સપેકશન કરાયુ હતુ. માર્ચ-૨૫માં સોળ બ્રિજ
અને બે ફુટ ઓવરબ્રિજનુ ઈન્સપેકશન કરાયુ હતુ. જેનો રીપોર્ટ આવ્યા પછી જરુરી સમારકામ
કરાશે.ચોમાસા પછી કોર્પોરેશનના ૪૨ બ્રિજનુ ઈન્સપેકશન કરાશે.
અમદાવાદમાં સાબરમતી નદી ઉપરના દસ બ્રિજ ઉપરાંત રેલવે
ઓવરબ્રિજ, રેલવે
અંડરબ્રિજ, ફલાયઓવરબ્રિજ, ચંદ્રભાગા ઉપરના
બે રીવરબ્રિજ તેમજ ખારીનદી ઉપરના બે રીવરબ્રિજ, ખારીકટ કેનાલ ઉપરના સાત બોકસ કલ્વર્ટ મળી ૯૨ બ્રિજ આવેલા
છે.આ પૈકી ૭૬ મ્યુનિસિપલ કોર્પોરેશન,
૧૪ રેલવે, એક નેશનલ
હાઈવે ઓથોરીટી તથા એક વટવા જી.આઈ.ડી.સી.હસ્તકના છે.ગંભીરાબ્રિજની દુર્ઘટના પછી
સાબરમતી નદી ઉપરના તમામ બ્રિજની સ્ટ્રકટરલ સ્ટેબીલીટી અને લોડ ટેસ્ટ ફરી વખત
કરાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે કહયુ, નદી ઉપરના ત્રણ
બ્રિજના લોડ ટેસ્ટ કરતા અગાઉ તમામ બ્રિજની વિજયુઅલી તપાસ કરાશે. નદી ઉપરના બ્રિજના
લોડ ટેસ્ટ કરતા પહેલા શહેરીજનોને આ અંગે જાણ કરાશે.ટ્રાફિકની સમસ્યા ના થાય તે
માટે જરુરી ડાઈવર્ઝન પણ અપાશે.ગત વર્ષે નદી ઉપર આવેલા નવ બ્રિજ ઉપરાંત રેલવે
ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસના પોર્શન,ફલાય
ઓવરબ્રિજ અને ખારીકટ કેનાલ ઉપર આવેલા બોકસ કલ્વર્ટનુ ઈન્સપેકશન કરાયુ હતુ.માર્ચ-૨૫
પછી ૧૬ બ્રિજ તથા બે ફુટ ઓવરબ્રિજ માટે
ટેસ્ટ સાથે ઈન્સપેકશનની કામગીરી પુરી કરવામાં આવી છે.
પંદર વર્ષ જુના બ્રિજ કયા-કયા?
નામ વર્ષ
સરદારબ્રિજ,નવો ૨૦૦૦
એલિસબ્રિજ,નવો ૨૦૦૧
આંબેડકરબ્રિજ ૨૦૦૬
દધિચીબ્રિજ ૨૦૧૧
સુભાષબ્રિજ ૧૯૭૩
સરદારબ્રિજ,જુનો ૧૯૪૦
ગાંધીબ્રિજ,જુનો ૧૯૪૨
ગાંધીબ્રીજ,નવો ૨૦૦૧
નહેરુબ્રિજ ૧૯૬૨
ઝઘડાફલાયઓવર ૧૯૯૮
શ્રેયસ ફલાયઓવર ૨૦૦૬








