Gujarat

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર

By GS TEAM
29 Oct 20252 mins read
સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર

બે મહિલા સહિત ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ

યુવાનના સગાના મારફતે ઓળખાણ થયા બાદ ફુલહાર કર્યા બાદ બે દિવસ રોકાયા બાદ ગઇ ઇ...ઈ...

ધ્રાંગધ્રામુળી તાલુકાના સડલા ગામમાં લૂંટેરી દુલ્હનનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. રૃપિયા ૨.૯૦ લાખ લઈ યુવતી સાથે લગ્ન કરાવાયા હતા. જે બાદ કન્યા બે દિવસ રોકાઈને ત્રીજા દિવસે રાજકોટ જવાનું કહી પરત આવવાની ના પાડી છેતરપિંડી આચરી હતી.  જે મામલે મુળી પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુળી તાલુકાના સડલા ગામે રહેતા ગીતાબેન ધીરુભાઈ પરમાર તેમના નાના દીકરાને અંકિતના લગ્ન માટે કન્યાની શોધખોળ કરતા હતા. દરમિયાન મુળીના રામપરડા ગામે રહેતા અને સંબંધી ભરતભાઈ દડુભાઈ કાઠી દરબારએ પોતાના પરિચયમાં એક કન્યા હોવાનું જણાવતા ગીતાબેનના પુત્ર અંકિતના લગ્ન માટે બે મહિલા સહિત કુલ ૦૪ શખ્સો સડલા ગામે ગીતાબેનના ઘરે આવ્યા હતા. બંન્ને પરિવારો વચ્ચે વાતચીત બાદ એકબીજાને મનમેળ થઈ જતા મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા. જેમાં ગીતાબેન દ્વારા કુલ રૃ.૨.૯૦ લાખ રૃપિયા દીકરીના પરિવારજનોને આપવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના બે દિવસ બાદ જ નવપરણિત કન્યાએ પોતાને નોકરી માટે રાજકોટ જવાનું બહાનું કાઢી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર બાદ પરત આવવાની મનાઈ કરી દેતા. કન્યા દેખાડવા માટે મધ્યસ્થી રહેલ ભરતભાઈ કાઠીને આ અંગે વાતચીત કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. આથી ગીતાબેન સાથે તેમના પુત્રના લગ્ન કરાવી છેતરપિંડી થઈ હોવાનું જાણ પડતા આ મામલે મુળી પોલીસ મથકે ભરતભાઈ દડુભાઈ કાઠી, જયાબા, રેખાબેન (કન્યા) તથા રાજુભાઈ વિરૃદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.