Get The App

બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે 1 - image

જી.કે.માં પ્રસૂતાઓને તબીબોનું માર્ગદર્શન

બહેનો 20 વર્ષે શરીરમાં આવતા બદલાવ અને 40 ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી

ભુજ: જી. કે. જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના તબીબો દ્વારા સ્તન કેન્સર માસ તરીકે ઉજવાતા ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન અહીં દાખલ થનાર પ્રસૂતા માતાઓને તથા બહેનો 20 વર્ષે શરીરમાં આવતા બદલાવ અને ૪૦ ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી

દર્દીઓને વિવિધ તબક્કે આ કેન્સરથી  બચવા માટે માર્ગદર્શન આપતાં કહ્યું કે, બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે.

હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો. પ્રફુલ્લાબેન કોટક તેમજ ડો. શુભ્રા શ્રીવાસ્તવએ બહેનોને સલાહ આપતા વધુમાં જણાવ્યું કે, મેડિકલ વિજ્ઞાાન ઘણું આગળ છે. સ્તન કેન્સરની અનેક સારવાર ઉપલબ્ધ છે, છતા સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્થૂળતા દૂર કરી આ સ્તન કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય છે. સ્તન કેન્સર માત્ર મેડિકલ સમસ્યા નથી,પરંતુ એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક પડકાર પણ કેન્સર નિષ્ણાંતો સમક્ષ છે એમ તેમણે ઉમેર્યું હતું.

હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.ખુશ્બુ  પટવાએ કહ્યું કે, જી.કે. માં સ્તન કેન્સર ચકાસણી માટે મેમોગ્રાફી ઝાંચની તેમજ અન્ય  ચકાસણીની ઉપલબ્ધ સુવિધા દ્વારા તપાસ કરાવવા અંગે જણાવી કહ્યું કે, સ્તન કેન્સર છે કે કેમ તેની પ્રાથમિક તપાસ તો સ્તનના આકારમાં બદલાવ, બગલમાં ગાંઠ થવી, પાણી આવવું વિગેરે જાતે જ જોયા પછી ડોક્ટર પાસે જઈ મેમોગ્રાફી, બાયોપ્સી અને એમ.આર.આઈ. વિગેરે તબીબની સલાહ મુજબ ચકાસણી કરાવી શકાય. બહેનો ૨૦ વર્ષે શરીરમાં આવતા બદલાવ અને ૪૦ ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી છે. કેન્સર  જણાય તો સર્જરી, રેડિએશન, કિમોથેરાપી સારવાર આજના મેડિકલ સાયન્સ પાસે છે.

- સ્તન કેન્સરથવાના કારણ 

અંગે ડોક્ટરના જણાવ્યા મુજબ સ્તન પાન ન કરાવવું, ૩૦ વર્ષ પછી માતા બનવું, જલ્દી માસિક ધર્મમાં આવવું, મોટી ઉંમર પછી મેનોપોઝ શરૂ થવું, સ્થૂળતા, ધુમ્રપાન, શરાબ, નિષ્ક્રિય  જીવનશૈલી વિગેરે જવાબદાર પરિબળો છે.