Get The App

વેપારીની કારનો કાચ તોડી રોકડા રૂ.5.15 લાખ સાથેની બેગની ચોરી

વાલક જંકશન નજીક માટી અને છારૂનો વેપાર કરતા ડભોલીના યુવાન વેપારી ભાઈ ટ્રકમાં ટાયર બદલાવતા હતા ત્યારે કાર પાર્ક કરી ઉભા હતા

Updated: Jan 6th, 2024

GS TEAM


Google News
Google News
વેપારીની કારનો કાચ તોડી રોકડા રૂ.5.15 લાખ સાથેની બેગની ચોરી 1 - image


- વાલક જંકશન નજીક માટી અને છારૂનો વેપાર કરતા ડભોલીના યુવાન વેપારી ભાઈ ટ્રકમાં ટાયર બદલાવતા હતા ત્યારે કાર પાર્ક કરી ઉભા હતા

સુરત, : સુરતના ડભોલી ગામમાં રહેતા માટી અને છારૂનો યુવાન વેપારી ગુરુવારે સાંજે ભાઈ ટ્રકમાં ટાયર બદલાવતા હતા ત્યારે વાલક જંકશન પાસે મિથિલા સ્કાય બિલ્ડીંગ સામે કાર પાર્ક કરી ઉભા હતા ત્યારે અજાણ્યો ડ્રાઇવર સાઈડનો પાછળનો કાચ તોડી પાછલી સીટ પર મુકેલી રોકડા રૂ.5.15 લાખ સાથેની લેપટોપ બેગ ચોરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડભોલી ગામ વણઝારા વાસ ઘર નં.106, 20 માં રહેતા 29 વર્ષીય પંકજભાઇ ડાયાભાઇ વણઝારા ડભોલી ખાતે શ્રીરામ એન્ટરપ્રાઈઝના નામે માટી અને છારૂનો વેપાર કરે છે.ગત ગુરુવારે સવારે પોતાની કાર ( નં.જીજે-05-આરટી-4807 ) લઈ તે ઘરેથી નીકળ્યા હતા અને દિવસ દરમિયાન સુરતની અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ જોવા ગયા હતા.માટી પુરાણ, ખોદકામ વિગેરેના પૈસા ચૂકવી બાકી બચેલા રૂ.5.15 લાખ લેપટોપ બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટ પર રાખી સાંજે છ વાગ્યે તે વાલક જંકશન પાસે મિથિલા સ્કાય બિલ્ડીંગ સામે પ્રતિભા ટાયર સર્વિસની દુકાન પર તેમનો ભાઈ મોહન ટ્રકમાં ટાયર બદલાવતો હોય ત્યાં ગયા હતા.

વેપારીની કારનો કાચ તોડી રોકડા રૂ.5.15 લાખ સાથેની બેગની ચોરી 2 - image

તેમણે ટાયરની દુકાનની પાસે કાર પાર્ક કરી હતી અને ભાઈ સાથે ઉભા રહ્યા હતા.જોકે, ટાયર બદલતા વાર લાગતા અડધો કલાક બાદ તે ઘરે જવા માટે પોતાની કાર પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઇવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો અને ડ્રાઈવર સાઈડનું ટાયર પણ પંક્ચર હતું.અંદર પાછળની સીટ પર મુકેલી પૈસા ભરેલી લેપટોપ બેગ નજરે નહીં ચઢતા પોતાની રીતે તપાસ કર્યા બાદ ગતરોજ તેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :