Gujarat

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ

By GS TEAM
1 Jun 20261 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાહી ગામની સીમમાં આવેલા ખેતરોમાં અચાનક હિંસક દીપડો જોવા મળતા સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ

Panchmahal Shehra Leopard Entry : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાહી ગામની સીમમાં આવેલા ખેતરોમાં અચાનક હિંસક દીપડો જોવા મળતા સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ખાતર નાખવા ગયેલા ખેડૂતના ઉડી ગયા હોશ

મળતી માહિતી મુજબ, બાહી ગામના એક ખેડૂત જ્યારે રોજિંદા કામ અર્થે પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે ગયા હતા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ખેતરમાં એક હિંસક દીપડો આરામથી બેઠેલો નજરે પડ્યો હતો. ખેતરમાં દીપડો હોવાની વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ હતી, જેને પગલે સીમ વિસ્તારમાં જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

દિવસ-રાત દીપડાના આંટાફેરા, વન વિભાગ એક્શન લે તેવી માંગ

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દીપડો માત્ર રાત્રે જ નહીં પરંતુ દિવસના સમયે પણ ખુલ્લેઆમ આંટાફેરા કરતો હોવાનું સામે આવ્યું છે. ખેતરોમાં દીપડાની સતત અવરજવરને કારણે ખેડૂતો માટે હવે ખેતરમાં જઈને ખેતીકામ કરવું કે પાકને પાણી પાવું પણ જોખમી બની ગયું છે. કોઈપણ સમયે દીપડો પશુઓ કે માનવીઓ પર હુમલો કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

બાહી ગામના ખેડૂતોએ વન વિભાગને આ અંગે વહેલી તકે જાણ કરીને વિસ્તારમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવવામાં આવે અને આ દીપડાને પાંજરે પૂરીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.