Get The App

શેત્રુંજી લાઈનમાં ભંગાણ, શહેરમાં આજે 30 ટકાથી વધુ વિસ્તારમાં કાપ

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
શેત્રુંજી લાઈનમાં ભંગાણ, શહેરમાં આજે 30 ટકાથી વધુ વિસ્તારમાં કાપ 1 - image


- શેત્રુંજી ડેમ ભરાયો પરંતુ લાઈન તૂટતા શહેરમાં છતે પાણીએ પાણીના ધાંધિયા

- આજે તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, તરસમીયા ફિલ્ટર, વર્ધમાન ઇએસઆર, નિલમબાગ ફિલ્ટર વગેરે વિસ્તારમાં પાણી નહીં આવે 

ભાવનગર : એક તરફ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાઈ જવાના આનંદ વચ્ચે  ગત સોમવારે શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ પાણીની લાઈનમાં ભંગાણ થતાં આજે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થયુ ન હતુ, જયારે આવતીકાલે બુધવારે પણ ૩૦ ટકાથી વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે.

શહેરમાં હાલ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે ગત તા.૧૬ના રોજ મોડી રાત્રે શેત્રુંજી ડેમ સાઈટ ઉપરથી ભાવનગર તરફ આવતી ૧૨૦૦ એમએમ ડાયાની મેઈન રાઈઝીંગ લાઈનમાં મોટા પાયે ભંગાણ થયું છે. જેથી શેત્રુંજી ડેમમાંથી રો-વોટર બંધ થતા આજે શહેરને અપાતા પુરવાઠામાંથી આશરે ૪પ એમએલડી પાણી ઘટ આવી હતી તેથી શહેરના કાળિયાબીડ, કણબીવાડ, વડવા, દીવાનપરા, તખ્તેશ્વર વગેરે વિસ્તારમાં મહાપાલિકાએ પાણી કાપ ઝીંકવાની ફરજ પડી હતી. આ લાઈન હજુ રિપેર થઈ નથી તેથી આવતીકાલ બુધવારે શહેરના પાંચ ફિલ્ટર તળેના વિસ્તારોમાં પાણી કાપ રહેશે.જમાં તખ્તેશ્વર ફિલ્ટર આધારિત સરદારનગર, આતાભાઈ, રૂપાણી, ઘોઘાસર્કલ, આંબાવાડી, મેઘાણી સર્કલ, વૃધ્ધાશ્રમ, અનંતવાડી, શ્રમજીવી અખાડા વગેરે વિસ્તાર, ડાયમંડ ઈએસઆર આધારિત આનંદનગર, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન, તિલકનગર, માણેકવાડી આજુબાજુના વિસ્તારમાં પાણી કાપ રહેશે. 

તો, તરસમીયા ફિલ્ટર આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, ઈસ્કોન, નીલમણીનગર, મહાવીરનગર, પચરતન, પટેલ પાર્ક, શાંતિનગર આજુબાજુના તમામ વિસ્તારમાં તેમજ વર્ધમાન ઈએસઆર ફિલ્ટર આધારિત તળાજા રોડ, શિક્ષક સોસાયટી, દેવરાજનગર, તખ્તેશ્વર હાઈટ્સ, શેત્રુંજી-૧, ૨, ૩, ૪ આવાસ યોજના, તરસમીયા ગામતળ તથા સોસાયટી વગેરે તમામ વિસ્તાર તેમજ નીલમબાગ ફિલ્ટર આધારિત ભાયાણીની વાડી, વિઠ્ઠલવાડી, વિજયરાજનગર, દેવુબાગ, નિર્મળનગર, શાસ્ત્રીનગર આજુબાજુના તમામ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. શેત્રુંજી ડેમ સાઈટ ઉપરથી મેઈન લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થાય ત્યાં સુધી ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી અનિયમિત તથા મોડુ આવશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જણાવ્યું હતું. 


Tags :