ઉચાપત કેસમાં બ્રાંચ પોસ્ટ માસ્તરને 3 વર્ષની કેદ
નડિયાદ તાલુકાના પીપળાતા ગામમાં ફરજ દરમિયાન
બ્રાન્ચ પોસ્ટ માસ્તરે રૂ.૫૯,૫૦૦ ની ઉચાપત કરી હતી, ખાતેદારોની રકમની પાસબુકમાં એન્ટ્રી કરી પરંતુ જમા કરાવી ન હતી
નડિયાદ તાલુકાના પીપળાતા ગામે બ્રાંચ પોસ્ટ ઓફિસમાં કીતકાબેન વાલસીંગ કામોલ (રહે. અણીકા, તાલુકો સંજેલી, જી.દાહોદ) બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તા.૫/૨/૨૦૧૯ થી ૨૬/૪/૨૦૨૨ દરમિયાન પોતાની ફરજ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ ખાતાના ખાતેદારો,રિકરીંગ તેમજ સેવિંગ ખાતાના ખાતેદારોએ જમા કરાવેલ રકમની પાસબુકમાં એન્ટ્રી કરી હતી પરંતુ બ્રાન્ચ પોસ્ટ માસ્તરે આ રકમ પોસ્ટ ખાતામાં જમા ન કરાવી પોતાના અંગત કામ વાપરી નાખી રૂ.૫૯,૫૦૦ ની ઉચાપત કરી હતી.
આ બાબતે આસિસ્ટન્ટ સુપ્રિ. ઓફ પોસ્ટ નડિયાદએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કીતકા કામોલ સામે ઉચાપતનો ગુનો નોંધી પૂરતા પુરાવાઓ મેળવી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.