Get The App

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો 1 - image


નીચાણવાળા ૧૫ ગામાં એલર્ટ જાહેર

નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં

હળવદહળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-૧ ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા ૧૫ ગામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં છે.

મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં છે ત્યારે હળવદમાં ગોલાસણ પાસે આવેલો હળવદનો જીવાદોરી સમાન હરપાલ સાગર (બ્રહ્માણી -૧) ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી વેસ્ટ વિયર મારફતે નદીમાં છોડવામાં આવશે. હાલ નીચવાસના ૧૫ ગામોને તકેદારીના પગલાં લેવા જીલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

હળવદના ગોલાસણ ગામ પાસે આવેલો બ્રહ્માણી-૧ સિંચાઈ યોજનામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે જળાશય ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ૮૭૧ ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક પણ થઈ રહી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરી છે કે યોજનાના નીચવાસમાં આવતા ગોલાસણ, પાંડાતીરથ, મેરૃપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી અને અજીતગઢ એમ કુલ ૧૫ ગામોમાં વસવાટ કરતા લોકો નદીના પટમાં અવરજવર ન કરે. સાથે સાથે માલમિલકત અને ઢોર-ઢાંકરને પણ નદીના પટથી દૂર રાખવા સૂચના આપવામાં આવી છે.હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો 2 - image

Tags :