'સાથે જીવવા મરવાના' કોલ આપનાર બ્રહ્મભટ્ટ દંપતિની એક સાથે અંતિમયાત્રા

ડીએનએ મેચ થતા ગૌરવ અને કલ્યાણી બ્રહ્મભટ્ટનો મૃતદેહ
સોંપાયો
પોલીસ-તંત્રની હાજરીમાં મૃતદેહ લવાતા સેક્ટર-૨૪ હિબકે
ચઢ્યું અંતિમધામ ખાતે સંતાનોની હાજરીમાં અગ્નિસંસ્કાર કરાયાં
ગાંધીનગર : પ્લેન ક્રેશની ઘટનામાં ગાંધીનગરના સેક્ટર-૨૪માં હરેતા બ્રહ્મભટ્ટ દંપત્તિનું કરૃણ મોત નિપજ્યું હતું. આજે ડીએનએ મેચ થતા પોલીસ-તંત્રની હાજરીમાં પતિ-પત્નિ બન્નેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.મૃતકોના પાર્થિવદેહ સે-૨૪માં લાવવામાં આવ્યા ત્યારે કરૃણ દ્રષ્યો સર્જાયા હતા અને પતિ-પત્નિની એક સાથે વિદાયની આ ઘટનાથી દરેકની આંખ ભીની થઇ ગઇ હતી.
અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં
ગાંધીનગરના સેક્ટર૨૪ માં રહેતા યુવા દંપતિ ગૌરવ અને કલ્યાણી બ્રહ્મભટ્ટ કાળનો કોળિયો
બની ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં તેમના ડીએનએ મેચ થયા બાદ આજે તેમના પાથવદેહ
પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં પરિવારને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહ જ્યારે
તેમના નિવાસસ્થાન સેક્ટર ૨૪ ખાતે લાવવામાં આવ્યા ત્યારે કરૃણ દ્રષ્યો સર્જાયા હતા.
સગાં-સંબંધીઓ સહિત સમગ્ર સેક્ટરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગૌરવ અને કલ્યાણીના પાથવદેહને અંતિમ દર્શન માટે ઘરે
રાખવામાં આવ્યા બાદ બંને પતિ-પત્નીના મૃતદેહને સેક્ટર-૩૦ ખાતે આવેલા અંતિમધામ ખાતે
એકસાથે અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવી હતી. 'સાથે
જીવવા-મરવાના' કોલ
આપનાર આ દંપતીની એકસાથે અંતિમવિધિ કરવામાં આવી તે દ્રષ્યો અત્યંત ભાવુક કરનારા
હતા. આ સમયે જાણે કરૃણા પણ હારી ગઈ હોય તેવી સ્થિતિ તેમના બંને માસૂમ સંતાનોને
જોઈને લાગતી હતી. આ દુઃખદ ઘડીએ ઉપસ્થિત સૌની આંખોમાં અશ્રુધારા જોવા મળી હતી.
બ્રહ્મભટ્ટ પરિવાર અને સમગ્ર સેક્ટર-૨૪ આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થઈ ગયું છે.









