Get The App

બોયફ્રેન્ડની રોમિયોગીરી અને બ્લેકમેલિંગને કોલેજીયન યુવતી તાબે ન થઈ, આખરે યુવક પગમાં પડી ગયો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
બોયફ્રેન્ડની રોમિયોગીરી અને બ્લેકમેલિંગને કોલેજીયન યુવતી તાબે ન થઈ, આખરે યુવક પગમાં પડી ગયો 1 - image


Vadodara : બોયફ્રેન્ડની હેરાનગતિથી કંટાળેલી એક કોલેજીયન યુવતીએ તેને પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી પાઠ ભણાવતા આખરે યુવકે પોતાની ભૂલ કબૂલી માફી માગી હતી. 

કોલેજમાં અભ્યાસ કરતી યુવતી તેનાથી ચારેક વર્ષ મોટા અને ખાનગી કંપનીમાં જોબ કરતા યુવક સાથે ફ્રેન્ડશીપ રાખતી હતી. પરંતુ યુવકે ધીમે ધીમે યુવતી ઉપર અધિકાર જમાવવા માંડ્યો હતો. બંને સાથે હરતા ફરતા હોવાથી ફોટા અને વિડિયો પણ ઉતાર્યા હતા. 

યુવતી પર હંમેશા શંકા કરતા બોયફ્રેન્ડ દ્વારા ઓચિંતી મુલાકાત કરી મોબાઈલ તપાસવામાં આવતો હતો અને અનેક સવાલોનો મારો ચલાવતો હતો. યુવતીએ તેની સાથે સંબંધો ઓછા કરતા યુવકે તેના ઘર પાસે આવી તાયફા કરવાનું શરૂ કર્યું હતું. 

યુવક બાઈક લઈ આંટા મારતો હતો અને ફુલ એક્સીલેટર આપી ઘરની સામે મોટેથી હોનૅ મારતો હતો. તે યુવતીના પરિવારને ફોટા અને વિડિયો બતાવી દેશે તેવી પણ ધમકી આપતો હતો. પરંતુ યુવતી તેને તાબે થઈ ન હતી. 

આખરે ગઈકાલે યુવતીએ અભયમની મદદ લઈ પોલીસ કેસની તૈયારી કરતા યુવકનું કાઊન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવકે પોલીસ ફરિયાદ નહીં કરવા વિનંતી કરી હતી અને યુવતીની માફી માંગી ફોટા તેમજ વિડિયો પણ ડીલીટ કરી દીધા હતા. હવે પછી ક્યારેય પણ તેનું નામ નહીં લે તેવી પણ બાહેધરી આપતા યુવતીએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.

Tags :