Get The App

માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બે બાળકો ઘર છોડીને નીકળી ગયા

Updated: Sep 8th, 2023

GS TEAM

Google News
Google News
માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બે બાળકો ઘર છોડીને નીકળી ગયા 1 - image


                                                     Image Source: Freepik

રાજસ્થાનથી મુંબઈ પહોંચે તે પહેલા વડોદરા પોલીસે બંને બાળકોને શોધી પરિવારને સુપ્રત કર્યા

વડોદરા, તા. 08 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બે બાળકો ઘર છોડીને ટ્રેનમાં બેસી ગયા હતા વડોદરા રેલવે પોલીસને બંને બાળકોને તેમના પરિવારજનોને સુપરત કર્યા હતારેલવે સ્ટેશન પરથી બે છોકરાઓ શંકાસ્પદ હાલતમાં  મળી આવતા પોલીસ તેઓને સમજાવી રેલવે પોલીસ સ્ટેશન લઈ આવી હતી રેલવે પોલીસની સી ટીમના સ્ટાફે બંને છોકરાઓને શાંતિપૂર્વ સમજાવીને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મમ્મીએ અમને ભણવા માટે ઠપકો આપતા અમને ખોટું લાગી ગયું હતું અને અમે ઘરેથી કોઈને કર્યા વગર નીકળી ગયા છે અમે ભવાની મંડી રેલવે સ્ટેશનથી ટિકિટ લઈને મુંબઈ જતા હતાપોલીસે તેઓને પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી બંને છોકરાઓને વિગતો ફોટા સાથે મોકલી આપી હતી ત્યારે જાણ થઈ હતી કે છોકરાઓના અપહરણની ફરિયાદ ઝાલાવાડ જિલ્લાના પીડાવા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે જેથી રાજસ્થાન પોલીસની ટીમ વડોદરા આવી બંને બાળકોનો કબજો લઈ ભરત જતી રહી હતી

Tags :