૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ
ખાતાકીય તપાસ દરમિયાન બંનેની ફરજમાં ગેરવર્તણૂંક બહાર આવી
વડોદરા,આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ધમકી આપી ૫૦ લાખ પડાવી લીધા હતા. જે ઘટનામાં સામેલ છાણીના બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગત ૯ મી સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે આંગડિયા પેઢીની ગાડીમાંથી રોકડા સાડા ત્રણ કરોડ મળી આવ્યા હતા. પોલીસ વાનના કર્મચારીઓ એલ.આર.ડી. શ્રવણસિંહ અનોપસિંહ તથા હે.કો. રમેશસિંહ જીણાભાઇએ પોલીસ કેસની ધમકી આપી ૫૦ લાખ પડાવી લીધા હતા. જેનો ભાંડો ફૂટતા બંનેની બદલી હેડ ક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી હતી.ખાતાકીય તપાસ દરમિયાન બંને પોલીસ કર્મચારીઓએ ફરજમાં ગેરવર્તણૂંક કરી હોવાનું બહાર આવતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.