બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ
પિતાની શ્રાદ્ધની વિધિ માટે ૩૦ દિવસના જામીન માગ્યા હતા
વડોદરા : બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા દુષ્કર્મના બે ગુનામાં હાલ તે જેલમાં છે ત્યારે તેણે પિતાના શ્રાદ્ધની વિધિ માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની બન્ને અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત મહેશચંદ્ર ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ
સ્ટેશનમાં વર્ષ - ૨૦૨૦ માં છેડતી અને
દુષ્કર્મના બે ગુના દાખલ થયા હતા. ફરિયાદી મહિલા પ્રશાંત મહારાજને ગુરૃ માનતી હતી.
અને પોતાના પરિવારની તકલીફો દૂર કરવા
માટે પ્રશાંત મહારાજને કહ્યું હતું.
પ્રશાંત મહારાજે તેને જણાવ્યું હતું કે,
હું તને દૈવી સ્વરૃપ આપી દઇશ. પરંતુ, તેની
માટે તારે ભોગ આપવો પડશે. ત્યારબાદ પ્રશાંત મહારાજે તેને વોટ્સએપ કોલ કરીને ઘરે
બોલાવી હતી. જ્યાં બીજા માળે લઇ જઇ તેની
સાથે દુષ્કર્મ કર્યુ હતું.આ ગુનામાં પ્રશાંત મહારાજની તા. ૧૮-૦૩-૨૦૨૦ ના રોજ ધરપકડ
કરવામાં આવી હતી.
જ્યારે અન્ય એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે
પ્રશાંત ઉપાધ્યાયના સત્સંગમાં જતી હતી તે સમયે આરોપીની સેવિકાએ તેને ગુરુજીના
રુમમાં મોકલતાત્યાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેણે
વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ બન્ને ગુનામાં આરોપીની ધરપકડ
કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા રજૂઆત કરી હતી
કે, તેના પિતાની શ્રાદ્ધની વિધી કરવાની છે. ન્યાયાધીશે આરોપી
સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોઇ અને શ્રાદ્ધની વિધિ પરિવારના અન્ય સભ્યો
પણ કરી શકે તેમ હોવાની નોંધ સાથે બન્ને અરજી નામંજૂર કરી હતી.