Get The App

SMCના સફાઇ કામદારને રેમ્બો છરાના 15 ઘા ઝીંકનાર બંન્ને હુમલાખોર વડોદરાથી ઝબ્બે

બંને સગીર વયનાને ભાગવામાં સૂત્રધારના પિતાએ મદદ કરીઃ પોલીસને ગંધ આવી જતા પકડી લેવાયા

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 28 જુલાઇ 2020 મંગળવાર
અમારી અંગત અદાવત છે કોઇ વચ્ચે આવશો નહી એમ કહી પાંડેસરા 120 ફૂટ રોડ પર સરેજાહેર એસએમસીના સફાઇ કામદારને રેમ્બો છરાના સંખ્યાબંધ ઘા ઝીંકી ભાગી જનાર બે યુવાનને પાંડેસરા પોલીસે ઝડપી પાડી કોવિડ 19નો મેડીકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
રૂદરપુરા છપ્પન ચાલમાં રૂમ નં. 27માં રહેતા એસએમસીનો સફાઇ કામદાર ગવલેશ નંદકિશોર ભગત (ઉ.વ. 45) ગત સવારે પાંડેસરા 120 ફુટ રોડ સ્થિત સર્વોદય નગર સોસાયટીમાં સફાઇ કરી રહ્યો હતો. ત્યારે પડોશમાં રહેતો નિતીન અને તેનો મિત્ર સુરેશ (બંન્નેના નામ બદલ્યા છે) મોટરસાઇકલ નં. જીજે-5 એસબી-7699 ઉપર ઘસી આવી રેમ્બો છરાના 15થી વધુ ઘા ઝીંકી સરેજાહેર રહેંસી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના અગાઉ નિતીનના પિતા વિનોદ દારૂના નશામાં ગવલેશના ઘરના પાર્કિગમાં પેશાબ કરતા હોવાથી ઠપકો આપતા બંન્ને પડોશી વચ્ચે દુશ્મનાવટ થઇ હતી અને મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પણ પહોંચ્યો હતો. ઉપરાંત રવિવારે સાંજે પણ સામાન્ય ઝઘડો થતા નિતીને ગવલેશને ઘમકી આપી હતી કે હું તને જીવતો છોડીશ નહીં અને સોમવારે હુમલો કરી નિતીન અને સુરેશ ભાગી ગયા હતા. જેમને વડોદરાની નવાપરા પોલીસે ઝડપી પાડી બંન્નેનો કબ્જો પાંડેસરા પોલીસને આપ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ગવલેશ પર હુમલો કર્યા બાદ પિતા વિનોદ ચૌહાણની સાથે નિતીન વડોદરા ખાતે રહેતા મામાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ અઠવાલાઇન્સ પોલીસને બાતમી મળતા બંન્નેને વડોદરા પોલીસની મદદથી ઝડપી પાડી કાયદાકીય જોગવાઇ મુજબ કોવિડ 19નો મેડીકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગવલેશ પર હુમલો કર્યા પછી નિતીન અને સુરેશને ભાગવમાં મદદ કરનાર નિતીનના પિતાની પણ પોલીસે પુછપરછ હાથ ધરી છે અને સંભવત તેની પણ ધરપકડ કરે તેવી શકયતા છે.

Tags :