Get The App

બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ 1 - image


- ગત વર્ષે 28 મી જુલાઈની સ્થિતિએ 47.39 ટકા વધુ પાણી વરસ્યું

- ગઢડામાં 100 ટકા અને બે તાલુકામાં 90 ટકાથી વધુ વરસાદ વરસ્યો

ભાવનગર : બોટાદ જિલ્લામાં ગત વર્ષની સરખામણી આ વર્ષે શ્રીકાર વર્ષા થઈ છે. ચોમાસાની સિઝનના દોઢ માસની અંદર જ જિલ્લામાં સરરેાશ ૮૫.૨૩ ટકા મેઘમહેર થઈ છે.

ઓણ સાલ ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાની ધોધમાર ઈનિંગના કારણે બોટાદ જિલ્લાના મોટાભાગના વિસ્તાર પાણીથી તરબોળ થયા છે. ગત વર્ષે ૨૮મી જુલાઈના રોજ માત્ર ૩૭.૮૪ ટકા (૨૪૧.૫૦ મિ.મી.) વરસાદ જ થયો હતો. તેની તુલનામાં આ વર્ષે ૪૭.૩૯ ટકા વધુ પાણી વરસ્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ ઈંચ જેટલો (૫૪૫.૫૦ મિ.મી.) (૮૫.૨૩ ટકા) વરસાદ ખાબકી જતાં તમામ જળાશયોમાં નવા નીરનો નોંધપાત્ર સંગ્રહ થયો છે. આજે સવારની સ્થિતિએ ગઢડા તાલુકામાં ૧૦૦ ટકા અને બરવાળા, બોટાદમાં ૯૦ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. એકમાત્ર રાણપુર તાલુકામાં ૫૦ ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે.

કયાં તાલુકામાં કેટલો વરસાદ

તાલુકો

૨૮ જુલાઈ-૨૪

૨૮ જુલાઈ-૨૫

 

 

 

મિ.મી.

ટકા

મિ.મી.

ટકા

બોટાદ

૩૪૮

૫૬.૪૯

૫૭૯

૯૨.૬૪

બરવાળા

૨૦૭

૩૦.૩૫

૬૩૯

૯૩.૭૦

ગઢડા

૨૩૫

૩૮.૨૭

૬૫૯

૧૦૬.૯૮

રાણપુર

૧૭૬

૨૭.૪૬

૩૦૫

૪૭.૮૮

કુલ સરેરાશ

૨૪૧.૫૦

૩૭.૮૪

૫૪૫.૫૦

૮૫.૨૩

Tags :