Gujarat

રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના

By GS TEAM
25 Jul 20251 min read
રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના

પ્રાદેશિક કમિશનરનું ટેકનિકલ ટીમ સાથે નિરીક્ષણ

અશોક પાર્ક ઓવરબ્રિજથી આણંદ ચોકડી તથા બસ સ્ટેન્ડથી વર્ક શોપ સુધી રસ્તાના કામમાં તાકીદ

આણંદ: બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ કરી રસ્તા- ખાડા બાબતેની ફરિયાદનો એક જ દિવસમાં નિકાલ લાવવા પાલિકા તંત્રને પ્રાદેશિક કમિશનરે સૂચનાઓ આપી હતી.

માર્ગ મરામતની કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવતા યુક્ત થાય તે માટે પ્રાદેશિક કમિશનરે અધિકારીઓ અને ટેકનિકલ ટીમને સાથે રાખી આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકા ખાતે અશોક પાર્કના ઓવર બ્રિજથી આણંદ ચોકડી સુધીનો આસ્ફાલ્ટ રોડ ડેવલોપ કરવાનું કામ તથા બોરસદ બસ સ્ટેન્ડથી વર્ક શોપ સુધીના રસ્તાની મુલાકાત લઈને નિરીક્ષણ કરી જરૂરી સૂચના અપાઈ હતી. 

વાહન ચાલકો તથા રાહદારીયોને માર્ગોની માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને નાગરીકોને કોઈ અગવડ ના પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા તથા રસ્તા, ખાડા બાબતે આવતી ફરિયાદનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તેવી નગરપાલિકાના તંત્રને સૂચના આપવામાં આવી હતી.